તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મારુતિ વિટારા બ્રેઝા નવાં પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 7.34 લાખ રૂપિયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય SUV મારુતિ વિટારા બ્રેઝાનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરી દીધું છે. આ ગાડીની કિંમત 7.34 લાખ રૂપિયાથી લઇને 11.40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી મારુતિ બ્રેઝા BS-6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ એન્જિનમાં આવી છે. પહેલાં આ SUV ડીઝલ એન્જિન જ આવતી હતી. આ મોડેલ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. જૂનાં મોડેલની સરખામણીએ બ્રેઝા ફેસલિફ્ટની પ્રારંભિક કિંમત 29 હજાર રૂપિયા ઓછી, જ્યારે ટોપ મોડેલની કિંમત 80 હજાર રૂપિયા વધારે છે.
 

પેટ્રોલ એન્જિન નાખવામાં આવ્યું
નવી મારુતિ બ્રેઝામાં 1.5 લિટરનું K15B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 103 bhp પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓટોમેટિક ગિયરબોક્સવાળા વેરિઅન્ટમાં મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી આપવામાં આવી છે. મેન્યુઅલ ગિયરબોક્સમાં બ્રેઝાની એવરેજ 17.03 કિમી, જ્યારે સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવનારા ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટની એવરેજ લિટર દીઠ 18.76 કિમી છે.
 

રિઅરમાં હવે LED ટેલલેમ્પ મળશે
બ્રેઝા ફેસલિફ્ટને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં યોજાયેલા ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં નવી ટ્વીન સ્લેટ ગ્રિલ, રિવાઇઝ્ડ બંપર, બુલ બાર સ્ટાઇલ સ્કિડ પ્લેટ, નવી ડિઝાઇનના LED પ્રોજેક્ટર હેડલેમ્પ, L શેપના DRL, 16 ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ અને નવા ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. રિઅરમાં હવે LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. પરંતુ તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
 

લાઇવ ટ્રાફિક અપડેટ જેવાં સ્પેશિયલ ફીચર્સ
બ્રેઝાના ફેસલિફ્ટ મોડેલમાં રિવાઇઝ્ડ અપહોલ્સ્ટ્રી, લેધર ફિનિશ સ્ટિયરિંગ વ્હીલ અને નવી 7 ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમમાં હવે લાઇવ ટ્રાફિક અપડેટ, વોઇસ રેકોગ્નિશન, વ્હીકલ અલર્ટ અને ક્યુરેટેડ ઓનલાઇન કન્ટેન્ટ જેવાં ફીચર્સ છે. આ સાથે જ પહેલાંની જેમ જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે.
 

ડ્યુઅલ ટોન કલર શેડમાં મળશે
આ SUV ડ્યુઅલ ટોન કલર શેડ સાથે માર્કેટમાં અવેલેબલ છે, જેમાં મિડનાઇટ બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ, બ્લેક રૂફ સાથે ટોર્ક બ્લુ અને ઓટમ ઓરેન્જ રૂફ સાથે ગ્રેનાઇટ ગ્રે કલરનો ઓપ્શ મળી રહ્યો છે. આ નવું મોડેલ Lxi, Vxi, Zxi અને Zxi+ વેરિઅન્ટ સાથે માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ SUVનું બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ડીલરશિપ પરથી કરી શકાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો