ગ્રોથ / ભારતમાં મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર દર બે મિનિટે એક કાર વેચાતી હોવાનો કંપનીનો દાવો

Maruti Suzuki's Swift Desire in India claims to be selling a car every two minutes

  • નાણાકીય વર્ષ 2018-19માં મારુતિએ આ કારનાં 2.5 લાખ યૂનિટ વેચ્યા
  • દર મહિને આ કારનાં 21000 યૂનિટ કંપની વેચી રહી છે
  • સ્વિફ્ટ ડિઝાયર કંપનીના માર્કેટનો 55 ટકા ભાગ ધરાવે છે

Divyabhaskar.com

Jun 11, 2019, 11:23 AM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકી ભારતમાં 10 વર્ષ કરતાં વધુ સમયથી ડિઝાયર કાર વેચી રહી છે. આ કારના અત્યાર સુધીમાં 19 લાખ ગ્રાહકો થઈ ચૂક્યા છે. સ્વિફ્ટ ડિઝાયર હવે સબકોમ્પેક્ટ સેડાન કાર છે, તેના પહેલાં ઘણાં કસ્ટમર્સ આ કારનાં તમામ મોડેલ પસંદ કરતા હતા. નાણાકીય વર્ષ 2018-19માં મારુતિએ આ કારનાં 2.5 લાખ યૂનિટ વેચ્યા છે, એટલે કે દર મહિને આ કારનાં 21,000 યૂનિટ કંપની વેચી રહી છે. ભારતમાં દર બે મિનિટે એક ડિઝાયર વેચાઈ રહી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. સબકોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં આ કારની પકડ મજબૂત છે, જે કંપનીના માર્કેટનો 55 ટકા ભાગ ધરાવે છે. બીજા ક્રમે હોન્ડાની અમેઝ કાર આવે છે જે પણ કસ્ટમર્સને ખૂબ આકર્ષિ રહી છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સનાં એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે આ બાબતે જણાવ્યું હતું કે, 'ડિઝાયર બ્રાન્ડે મારુતિ સુઝુકીની સફરમાં મોટું યોગદાન આપ્યું છે, જેના માટે અમે ગ્રાહકોનો પણ આભાર માનીએ છીએ. ડિઝાયરના લોન્ચિંગ સાથે જ અમે કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની શરૂઆત કરી હતી. આ સેગમેન્ટમાં ગ્રાહકોનો પ્રતિસાદ સારો રહેતાં સતત આગળ વધતું રહ્યું અને ઘણા ફેરફારો પણ થતા રહ્યા. છેલ્લા કેટલાંક વર્ષોથી મારુતિ સુઝુકી ડિઝાયર ગ્રાહકોની પસંદગીની કાર રહી છે તેથી જ તેને વધુ સારી બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યાં જેથી તેના વેચાણમાં લગભગ 20 ટકાની વૃદ્ધિ થઈ છે.'

મારુતિ સુઝુકી ડિઝાયરનાં ઓટોમેટિક વેરિઅન્ટ માટે પણ કંપની સફળ રહી છે. લગભગ 13 ટકા ગ્રાહકોએ આ કારનું AMT વેરિઅન્ટ પસંદ કર્યું છે. નવી ડિઝાયરમાં 1.2 લિટરનું પેટ્રોલ અને 1.3 લિટર ડીઝલ એન્જિન લગાવ્યું છે, જે મેન્યુઅન અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ સાથે આવે છે. કારનું પેટ્રોલ એન્જિન 82bhpનો પાવર અને 113Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન 74bhpનો પાવર અને 190Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે, ડિઝાયર પેટ્રોલ વેરિઅન્ટ 22 કિમી પ્રતિ લિટર અને ડીઝલ વેરિઅન્ટ 28 કિમી પ્રતિ લિટરની એવરેજ આપે છે.

X
Maruti Suzuki's Swift Desire in India claims to be selling a car every two minutes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી