ઓટો / મારૂતિએ કહ્યું- કેબ સર્વિસ તો 7 વર્ષથી છે, છેલ્લા થોડા મહિનાઓમાં જ શાં માટે વેચાણ ઘટ્યું

Maruti said - Cab service is for 7 years, why sales dropped in last few months

  • વેચાણ ઘટવા માટે વધુ ટેક્સ અને વીમો મોંઘો થવો જેવા કારણો જવાબદાર
  • ઓગસ્ટમાં વાહનોનું વેચાણ 23.55% ઘટ્યું છે
  • એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 15.89% ઘટાડો નોંધાયો 

Divyabhaskar.com

Sep 12, 2019, 04:53 PM IST

ગુવાહાટીઃ મારતિ સુઝુકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર(માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે ઓલા અને ઉબર જેવી સર્વિસને ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદી માટેનું કારણ ન ગણી શકાય. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તે અંગે વિગતે અભ્યાસ કરવામાં આવે તે જરૂરી છે. શ્રીવાસ્તવે કહ્યું છે ઓલા અને ઉબર તો છેલ્લા 6-7 વર્ષથી છે. આ દરમિયાન ઈન્ડસ્ટ્રીએ સારો સમયગાળો પણ જોયો. છેલ્લા થોડા મહિનાઓમાં જ વાહનોના વેચાણ કેમ ઝડપી ઘટાડો આવ્યો ? આ માટે ઓલા-ઉબર જવાબદાર નથી.

દેશમાં 46% ગ્રાહક પ્રથમ વાર કાર ખરીદનારઃ શ્રીવાસ્તવ

  • શ્રીવાસ્તવે ઉદાહરણ આપીને કહ્યું કે અમેરિકામાં ઉબર એક મોટી સર્વિસ પ્રોવાઈડર છે. છતાં પણ ત્યા છેલ્લા થોડા સમયથી કારના વેચાણમાં જબરજસ્ત તેજી છે. ભારતીય કાર બજારમાં 46 ટકા ગ્રાહકો એવા હોય છે જે પ્રથમ વાર કાર ખરીદે છે. લોકો ઓફિસ જવા માટે ઓલા-ઉબરનો વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ વીકેન્ડમાં પરિવાર સાથે બહાર જવા માટે ખાનગી વાહનની જરૂર પડે છે.
  • શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે દેશમાં ઓનરશીપ પેર્ટન હાલ પણ બદલાઈ નથી. લોકો ખૂબ જ મહત્વકાંક્ષાથી કાર ખરીદે છે. ઓટો માર્કેટમાં મંદી આવવાના ઘણાં કારણો છે. તેમાં કેશની અછત, રેગ્યુલેટરી મુદ્દાના કારણે કિંમત વધવી, વધુ ટેક્સ અને વીમો મોંઘો થવો જેવા કારણો સામેલ છે. સરકારે ગત મહિને જે જાહેરાતો કરી તે હાલની મંદીમાંથી બહાર આવવા પુરતી નથી. જોકે તે લાંબાગાળે મદદરૂપ નીવડશે.
  • સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટમાં વાહનોનું વેચાણ 23.55 ટકા ઘટ્યું છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 15.89 ટકા ઘટાડો નોંધાયો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે યુવાઓ નવી કારનો ઈએમઆઈ ભરવાની જગ્યાએ ઓલા અને ઉબર જેવી સર્વિસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વાહનોનું વેચાણ ઘટવા માટે આ પણ એક કારણ છે.
X
Maruti said - Cab service is for 7 years, why sales dropped in last few months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી