તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મારુતિ સુઝુકી ઇગ્નિસ BS-6 એન્જિન સાથે લોન્ચ, પ્રારંભિક કિંમત 4.83 લાખ રૂપિયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ તેની પોપ્યુલર હેચબેક ઇગ્નિસનું BS-6 વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. આ પહેલાંની જેમ જ 7 વેરિઅન્ટમાં અવેલેબલ છે. BS-6 ઇગ્નિસની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 4.83 લાખ રૂપિયાથી 7.13 લાખ રૂપિયા છે. કંપનીએ આ ગાડી તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલા ઓટો એક્સપો 2020માં શોકેસ કરી હતી.
 

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

સિગ્મા4,83,320 રૂપિયા
ડેલ્ટા5,60,814 રૂપિયા
જેટા8,83,320 રૂપિયા
અલ્ફા6,66,898 રૂપિયા
ડેલ્ટા (ઓટોમેટિક)6,07,841 રૂપિયા
જેટા (ઓટોમેટિક)6,30,320 રૂપિયા
અલ્ફા (ઓટોમેટિક)7,13,898 રૂપિયા

BS-6 એન્જિનનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • કંપનીએ ઇગ્નિસનાં BS-6 વેરિઅન્ટમાં અનેક પ્રકારના કોસ્મેટિક ફેરફાર કર્યા છે. તેમાં નવી ફ્રંટ ગ્રિલ, રિડિઝાઇન બંપર અને નવી ફોક્સ સ્કિડ પ્લેટ લગાવવામાં આવી છે. આ સાથે જ તેનાં રિઅર બંપરમાં પણ કંપનીએ ફેરફાર કર્યા છે, જે તેને ફ્રેશ લુક આપે છે.
  • આ ગાડીનાં BS-6 વર્ઝનમાં નવી સ્માર્ટ પ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે. આ નવી ડિસ્પ્લે સાથે આવે છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે જેવાં કનેક્ટિવિટી ફીચર્સને સપોર્ટ કરે છે.
  • તેમજ, આ કારમાં BS-6 1.2 લિટરનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે BS-4 વેરિઅન્ટની જેમ જ 83hp પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે. સેલ્સમાં થયેલા ઘટાડાને કારણે કંપનીએ વર્ષ 2018માં તેનું 1.3 લિટરનાં ડીઝલ એન્જિનનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો