• Home
  • Utility
  • Automobile
  • Maruti Suzuki discontinues 'Ciaz' diesel variant, BS6 variant costs Rs. Starting at 8.31 lakhs

સિયાઝ કાર / મારુતિ સુઝુકીએ ‘સિયાઝ’નું ડીઝલ વેરિઅન્ટ બંધ કર્યું, BS6 વેરિઅન્ટની કિંમત રૂ. 8.31 લાખથી શરૂ

Maruti Suzuki discontinues 'Ciaz' diesel variant, BS6 variant costs Rs. Starting at 8.31 lakhs

  • ડીઝલ વેરિઅન્ટ બંધ થયા બાદ આ કાર હવે માત્ર 8.31 લાખ રૂપિયાથી 11.09 લાખ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે
  • BS6 સિયાઝના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો થયો છે

Divyabhaskar.com

Feb 19, 2020, 06:49 PM IST

ઓટો ડેસ્ક. દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ પોતાની પોપ્યુલર સિડેન મારુતિ સુઝુકી સિયાઝનું ડીઝલ વેરિઅન્ટ બંધ કરી દીધું છે. હવે આ મિડ-સાઈઝ સિડેન માત્ર 1.5 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ એન્જિન 103hp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. કેટલાક વેરિઅન્ટમાં આ એન્જિન 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે પણ ઉપલબ્ધ છે. 1.5 લીટરનું આ એન્જિન BS6 કમ્પ્લાયન્ટ છે.


ડીઝલ વેરિઅન્ટ બંધ થયા બાદ મારુતિ સિયાઝની કિંમત
ડીઝલ વેરિઅન્ટ બંધ થયા બાદ આ કાર હવે માત્ર 8.31 લાખ રૂપિયાથી 11.09 લાખ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપનીએ તાજેતરમાં પોતાની મારુતિ સુઝુકી ઈગ્નિસનું ફેસલિફ્ટ વર્ઝન પણ લોન્ચ કર્યું હતુ.

સિયાઝના BS6 વેરિઅન્ટની કિંમત
BS6 સિયાઝના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો થયો છે. કારના સિગ્મા MTવેરિઅન્ટને હવે 8.31 લાખમાં ખરીદી શકાય છે, પહેલા તેની કિંમત 8.19 લાખ રૂપિયા હતી. ડેલ્ટા MT વેરિઅન્ટ 8.89 લાખ રૂપિયામાં આવે છે. ઝેટા MT વેરિઅન્ટ હવે 9.70 લાખ રૂપિયામાં ખરીદી શકાશે. આલ્ફા MT અને ડેલ્ટા AT વેરિઅન્ટ 9.97 લાખ રૂપિયામાં મળશે. ઝેટા ATની કિંમત 22 હજાર રૂપિયા વધી ગઈ છે, અત્યારે તેને 10.80 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. અઆલ્ફા AT વેરિઅન્ટ 11.09 લાખ રૂપિયામાં મળશે. કાર સ્પોર્ટ્સ MT વેરિઅન્ટ 10.08 લાખ રૂપિયામાં મળશે.

મારુતિ સિયાઝ BS6 એન્જિન અપગ્રેડ
કારનું BS6 વર્ઝન માત્ર પેટ્રોલ એન્જિનમાં આવે છે. આ કંપનીની 11મી કાર છે, જે BS6 લાઈન અપમાં સામેલ થઈ છે. કંપનીએ તાજેતરમાં આ કારનું સિયાઝ એસ એટલે કે સ્પોર્ટ્સ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કારના સ્પોર્ટ્સ વેરિઅન્ટ સંગીરા રેડ, પ્રીમિયમ સિલ્વર, અને પર્લ સ્નો વ્હાઈટ કલર સ્કીમમાં ઉપલબ્ધ છે.

આ કારને ટક્કર આપે છે મારુતિ સિયાઝ
ભારતમાં સિયાઝની ટક્કર હ્યુન્ડાઈ વર્ના, હોન્ડા સિટી, ફોક્સવેગન વેન્ટો, અને રેપિડ, ટોયોટા યારિસ જેવી કારો સાથે થશે. તેમાંથી ઘણી કાર BS6ની સાથે લોન્ચ કરવામાં આવી છે.

X
Maruti Suzuki discontinues 'Ciaz' diesel variant, BS6 variant costs Rs. Starting at 8.31 lakhs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી