• Home
  • Utility
  • Automobile
  • Maruti Suzuki Alto 800, Renault Kwid, Hyundai Santro, Ford Figo and Tata Tiago is Most Capest BS6 Petrol Engine Cars in India

કમ્પેરિઝન / અલ્ટો અને ક્વિડ BS-6 એન્જિન ધરાવતી સૌથી સસ્તી કાર બની, એવરેજ પણ વધારે આપે છે

Maruti Suzuki Alto 800, Renault Kwid, Hyundai Santro, Ford Figo and Tata Tiago is Most Capest BS6 Petrol Engine Cars in India

Divyabhaskar.com

Feb 22, 2020, 11:57 AM IST

ઓટો ડેસ્કઃ 1 એપ્રિલ 2020થી ઇન્ડિયન માર્કેટમાં ફક્ત BS-6 એન્જિન ધરાવતી ગાડીઓ જ વેચાશે. તેમજ, આ ગાડીઓમાં બેઝિક સેફ્ટી ફીચર્સ જેવાં કે, હાઇ સ્પીડ અલર્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, પાર્કિંગ સેન્સર, ડ્રાઇવર સીટ એરબેગ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ અને EBD હોવું અનિવાર્ય છે. એટલે કે, આટલાં સેફ્ટી ફીચર્સ કોઇપણ કારનાં બેઝિક વેરિઅન્ટમાં મળશે. એવામાં સૌથી સસ્તી ગાડી પણ સેફ હશે. અહીં 5 કંપનીઓની સૌથી સસ્તી BS-6 હેચબેક વિશે જણાવવામાં આવ્યું છે.

કાર કંપનીઓનાં સૌથી સસ્તાં BS-6 મોડેલ
ઇન્ડિયન માર્કેટમાં અત્યારે મારુતિ સુઝુકી એવી કંપની છે જેણે તેનાં તમામ મોડેલ્સને BS-6 એન્જિન સાથે લોન્ચ કરી દીધાં છે. તેની અલ્ટો 800, S-Presso અને સિલેરિયો BS-6 એન્જિનવાળી સૌથી સસ્તી કાર પણ છે. તેમાં અલ્ટો 800 સૌથી સસ્તી કાર છે. BS-6 એન્જિનવાળી આ દેશની બીજી સૌથી સસ્તી કાર પણ છે.

સૌથી સસ્તી BS-6 કાર
રેનો ક્વિડ દેશની સૌથી સસ્તી BS-6 કાર છે. જો કે, તેમાં 799ccનું એન્જિન છે, જે બીજી ગાડીઓની સરખામણીએ ઓછો પાવર આપે છે. તેમજ, મારુતિની અલ્ટો 800માં પણ આટલા પાવરવાળી કાર છે.

ક્વિડ અને અલ્ટો બેસ્ટ માઇલેજ કાર
આ બંને કારમાં 799ccનું BS-6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. એવામાં બંને ગાડીઓની એવરેજ પણ તેના સેગમેન્ટની કારમાં સૌથી વધારે છે. ક્વિડ જ્યાં લિટર દીઠ 23 કિમીની એવરેજ આપે છે, તો અલ્ટો 800 લિટર દીઠ 22 કિમીથી વધુ છે.

X
Maruti Suzuki Alto 800, Renault Kwid, Hyundai Santro, Ford Figo and Tata Tiago is Most Capest BS6 Petrol Engine Cars in India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી