ન્યૂ લોન્ચ / મારુતિએ BS-6 એન્જિનમાં Ertiga S-CNG લોન્ચ કરી, કિંમત ₹8.95 લાખ

Maruti launched Ertiga S-CNG in BS-6 engine, priced at ₹ 8.95 lakh

Divyabhaskar.com

Feb 08, 2020, 11:47 AM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ BS-6 કમ્પ્લાયન્ટ Ertiga S-CNG લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 8.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Ertiga CNG ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી, હવે તેને BS-6 એમિશન નોર્મ્સ અનુસાર અપગ્રેડ કરવામાં આવી છે. BS-4ની સરખામણીએ BS-6 Ertiga S-CNGની કિંમતમાં લગભગ 7 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

BS-6માં અપગ્રેડ કર્યા સિવાય મારુતિ સુઝુકીએ આ કારમાં અન્ય કોઈ ફેરફાર નથી કર્યો. અર્ટિગામાં CNGનો ઓપ્શન ફક્ત એક વેરિઅન્ટ VXiમાં મળે છે. તેમાં ફક્ત પેટ્રોલ એન્જિનમાં આવનારી અર્ટિગા VXiવાળા તમામ ફીચર્સ મળે છે.

અર્ટિગા CNGનો પાવર
મારુતિ અર્ટિગામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે CNGનો ઓપ્શન મળે છે. CNGથી ચાલવા પર આ એન્જિન 92hp પાવર અને 122Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, પેટ્રોલથી ચાલવા પર આ 103hp પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરે છે. BS-6માં અપગ્રેડ થવાની સાથે અર્ટિગા CNGની એવરેજ થોડી ઓછી થઈ ગઈ છે. BS-4 વર્ઝનમાં અર્ટિગા CNGની એવરેજ 26.08 કિમી હતી, જે BS-6માં 26.02 કિમી થઈ ગઈ છે.

X
Maruti launched Ertiga S-CNG in BS-6 engine, priced at ₹ 8.95 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી