ન્યૂ લોન્ચ / મારુતિએ WagonRનું BS-6 માન્ય CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 5.25 લાખ રૂપિયા

Maruti launched BS-6 approved CNG variant of WagonR, starting at Rs 5.25 lakh
Maruti launched BS-6 approved CNG variant of WagonR, starting at Rs 5.25 lakh

Divyabhaskar.com

Feb 15, 2020, 04:46 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ WagonRનું BS-6 માન્ય એન્જિન સાથે CNG વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. દિલ્હીમાં આ કારની પ્રારંભિક કિંમત 5.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં 60 લિટરની ફ્યુલ ટેંક છે. કંપનીએ વેગનઆર S-CNGના બે વેરિઅન્ટ LXi અને LXi (O) માર્કેટમાં ઉતાર્યાં છે. તેની એક્સ શો રૂમ કિંમત અનુક્રમે 5.25 લાખ રૂપિયાઅને 5.32 લાખ રૂપિયા છે.

WagonR S-CNG મારુતિ સુઝુકીનું ત્રીજું મોડેલ છે, જેમાં BS-6 માન્ય એન્જિન સાથે S-CNG ટેક્નિક આપવામાં આવી છે. મારુતિએ અગાઉ Alto 800 અને MPV Ertigaનું S-CNG પેટ્રોલ એન્જિન ઓપ્શન રજૂ કર્યું હતું.

WagonR S-CNGમાં 1.0 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે, જે 58bhp પાવર CNGમાં અને 81bhp પાવર પેટ્રોલ મોડમાં મળે છે. તેમજ, આ કાર CNG મોડમાં 78Nm અને પેટ્રોલ મોડમાં 113Nm ટોર્ક પેદા કરે છે. WagonRના S-CNG વેરિઅન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં મળે છે. આ સાથે જ તેમાં ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યૂનિટ્સ (ECUs) અને ઇન્ટેલિજન્ટ ઇન્જેક્શન સિસ્ટમ પણ આપવામાં આવી છે. કંપનીના જણાવ્યાનુસાર, WagonR S-CNGની એવરેજ લિટર દીઠ 32.52 કિમી છે.

કંપનીએ તાજેતરમાં જ સમાપ્ત થયેલા ઓટો એક્સપો 2020માં કહ્યું હતું કે, તેનો પ્લાન મિશન ગ્રીન મિલિયન હેઠળ આવનારા કેટલાક વર્ષોમાં CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના 10 લાખ યૂનિટ્સ વેચવાનો છે.

X
Maruti launched BS-6 approved CNG variant of WagonR, starting at Rs 5.25 lakh
Maruti launched BS-6 approved CNG variant of WagonR, starting at Rs 5.25 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી