યર એન્ડર ડિસ્કાઉન્ટ / મારુતિ 5 કાર્સ પર 60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, ઓફર 31 ડિસેમ્બર સુધી વેલિડ

Maruti is offering up to 60 thousand rupees discount on 5 cars, offer valid till December 31

  • કંપની અલ્ટો 800, અલ્ટો K10, વેગનઆર, સિલેરિયો, ઇકો પર ડિસ્કાઉન્ટ આપી રહી
  • ગ્રાહકોને કેશ બેનિફિટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, કન્ઝ્યૂમર ઓફર, એક્સચેન્જ બોનસ જેવાં ઘણા ફાયદા મળશે

Divyabhaskar.com

Dec 27, 2019, 01:03 PM IST

ઓટો ડેસ્કઃ હવે નવા વર્ષ શરૂ થવા માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મારુતિ લગભગ તમામ મોડેલ પર ધમાકેદાર યર એન્ડ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ લઇને આવી છે. કંપની અલ્ટો 800, અલ્ટો K10, વેગનઆર, સેલેરિયો, ઇકો પર કેશ બેનિફિટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, કન્ઝ્યુમર ઓફર, એક્સચેન્જ બોનસ જેવાં ઘણા ફાયદાઓ આપી રહી છે. આ ઓફર ત્યારે આપવામાં આવશે જ્યારે દેશઙભરમાં સ્ટોક હાજર હશે. આ ઓફર ફક્ત 31 ડિસેમ્બર સુધી માન્ય છે. તો ચાલો આ કાર્સ પર મળી રહેલી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ વિશે જાણીએ.

મારુતિ અલ્ટો 800
આ કાર પર કંપની 60 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. ઓફર કારના પેટ્રોલ અને CNG BS-6 બંને મોડેલ્સ પર આપવામાં આવી રહ્યું છે. આ કારની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 2.89 લખ રૂપિયાથી શરૂ થાય છે.

કેશ ડિસ્કાઉન્ટ 40,000 રૂપિયા
એક્સચેન્જ બોનસ 15,000 રૂપિયા
કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા

મારુતિ અલ્ટો K10
આ કાર પર કંપની 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઓફર કારના પેટ્રોલ અને CNG BS-4 બંને મોડેલ્સ પર આપવામાં આવી રહ્યું છે. તેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 3.61 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કેશ ડિસ્કાઉન્ટ 30,000 રૂપિયા
એક્સચેન્જ બોનસ 15,000 રૂપિયા
કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા

મારુતિ ઇકો
આ કાર પર કંપની કુલ 40 હજાર રૂપિયા સુધીની ઓફર આપી રહી છે. ઓફર કારના BS-4 મોડેલ આપવામાં આવી રહી છે. આ કારની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 3.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કેશ ડિસ્કાઉન્ટ 15,000 રૂપિયા
એક્સચેન્જ બોનસ 20,000 રૂપિયા
કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા

મારુતિ વેગનઆર
ન્યૂ જનરેશન વેગનઆરના BS-6 વર્ઝન પર 35 હજાર રૂપિયાથી લઇને 4.5 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 4.42 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કેશ ડિસ્કાઉન્ટ 20,000 રૂપિયા
એક્સચેન્જ બોનસ 20,000 રૂપિયા
કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા

મારુતિ સેલેરિયો
મારુતિ આ કાર પર મહત્તમ 50 હજાર રૂપિયા સુધીનો ફાયદો કરાવી રહી છે. આ ઓફર સેલેરિયોના પેટ્રોલ અને CNG બંને મોડેલ્સ પર છે. તેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 4.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કેશ ડિસ્કાઉન્ટ 30,000 રૂપિયા
એક્સચેન્જ બોનસ 15,000 રૂપિયા
કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા

X
Maruti is offering up to 60 thousand rupees discount on 5 cars, offer valid till December 31

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી