ટેસ્ટિંગ / મારુતિ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Futuro-E લાવી રહી છે, ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી

Maruti is bringing the cheapest electric car Futuro-E, found during testing

Divyabhaskar.com

Jan 08, 2020, 11:37 AM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી તેની ઇલેક્ટ્રિક કાર 2020 ઓટો એક્સપોમાં રજૂ કરી શકે છે, જેનું નામ Futur-E રાખવામાં આવી શકે છે. કંપનીની આ ઇલેક્ટ્રિક કાર વેગનઆર બેઝ્ડ હશે, જે ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ચૂકી છે. જો કે, કંપનીએ આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.

ભારતમાં લોન્ચ થનારી ઇલેક્ટ્રિક વેગનઆરનું વર્ઝન જાપાનમાં અનેકવાર બ્લેક કલરના કવરમાં રેપ થયેલી જોવામાં આવી ચૂક્યું છે. જેની ડિઝાઇનમાં વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવેલી કંપનીની ત્રીજી પેઢી વેગનઆરની ઝલક જોવા મળે છે.

ફીચર્સ
તેમજ, ઇલેક્ટ્રિક વર્ઝન વેગનઆરમાં બીજીવાર ડિઝાઇન કરેલું બંપર, નવા ફોગ લેમ્પ, LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, હાઇ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, બ્લેક એલોય વ્હીલ સાથે વર્ટિકલ સ્ટેક્ડ LED ટેલ લેમ્પ મળી શકે છે. વેગનઆરના ઇલેક્ટ્રિક વર્ઝનમાં કરન્ટ મોડેલની સરખામણીએ વધુ પ્રીમિયમ ઇન્ટિરિયર આપવામાં આવશે, જેમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સાથે કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવી શકે છે.

કિંમત
આ કારને 10 લાખ રૂપિયાની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે. તેમજ, તેની ડ્રાઇવિંગ રેન્જ આશરે 180kmથી વધુ રહેવાની શક્યતા છે. તેની બેટરીને DC ચાર્જરથી 1 કલાકથી પણ ઓછા સમયમાં 80% સુધી ચાર્જ કરી શકાશે.

X
Maruti is bringing the cheapest electric car Futuro-E, found during testing
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી