તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:સતત બીજા દિવસે પણ બજારો વહેલાં બંધ થયાં

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાઇટ કર્ફ્યુના કારણે શહેરના હાર્દ સમા ન્યાયમંિદર વિસ્તારમાં બેરિકેટિંગ કરાયું હતું. લોકોને અવરજવર ન હોવાથી માર્ગ સૂમસાન ભાસતો હતો.
  • સંસ્કારીનગરીનો સંયમ યથાવત્ : કર્ફ્યૂ દરમિયાન રાજમાર્ગો પર સન્નાટો વ્યાપ્યો

કોરોનાના વધતા વ્યાપને રોકવા માટે સરકારે રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી છે. જેના બીજા દિવસે શહેરમાં મુખ્ય બજારો તેમજ જાહેર રસ્તાઓ પર એકલ દોકલ વાહનોને છોડી રસ્તા સુમશાન જોવા મળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગ પર અને ચાર રસ્તાઓ પર પોલીસે ચેકીંગ શરૂ કર્યું હતું. જ્યારે યોગ્ય કારણ જણાવતા લોકોને પોલીસે રવાના કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.ગઈકાલે રાત્રી કરફ્યુના પહેલા દિવસે વેપારીઓ અને બજારો કરફ્યુના એક કલાક સમય પહેલા જ બંધ થયા હતા. ત્યારે આજે બીજા દિવસે પણ બજારો સમય મર્યાદા કરતા પૂર્વજ બંધ થતાં રોડ સુમશાન જોવા મળ્યા હતા.

શહેરના ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, ફતેગંજ, કારેલીબાગ મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં એકલ ડોકલ વાહનો ફરતા જોવા મળ્યા હતા. બીજી તરફ શહેરના મુખ્ય રસ્તાઓ અને ચાર રસ્તા પર પોલીસ વિભાગ દ્વારા બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 9 વાગ્યા બાદ આવતા વાહન ચાલકો અને રાહદારીઓના આઈકાર્ડનું ચેકીંગ કરી યોગ્ય કારણ જણાવતા તેમને રવાના કર્યા હતા. પોલીસે દરેક રૂટ પર સખ્તાઈથી પેટ્રોલિંગ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો