અમદાવાદ / DPS ઈસ્ટના વિદ્યાર્થીઓને બોપલ બ્રાન્ચમાં એડમિશનને મુદ્દે મંજુલા શ્રોફે ફેરવી તોળ્યું

મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.

  • મોર્નિંગ શિફ્ટમાં પ્રવેશની વાત કર્યા પછી કહ્યું, મેનેજમેન્ટ નિર્ણય લેશે

Divyabhaskar.com

Dec 24, 2019, 04:22 AM IST
અમદાવાદ: ડીપીએસ-ઇસ્ટના વાલીઓને બોપલ બ્રાન્ચમાં શિફ્ટ કરવામાં આપેલી સહમતી બાદ સ્કૂલન સીઇઓ અને એમ.ડી મંજુલા શ્રોફે યુ-ટર્ન લીધાનો આક્ષેપ વાલીઓ કર્યો હતો. વાલીઓનું કહેવું છે કે, મિટિંગમાં મંજુલા શ્રોફે ડીપીએસ-ઇસ્ટના વિદ્યાર્થીઓને બોપલ બ્રાન્ચમાં સમાવી લેવાની વાત સ્વીકારી હતી. પરંતુ હવે કહે છે કે જો સરકાર, સ્કૂલ મેનેજમેન્ટ અને બીજી ઓથોરિટી મંજૂરી આપશે તો જ એડમિશન મળશે.
વાલી આગેવાન શોએબ શેખે જણાવ્યું કે, મંજુલા શ્રોફે અમને બપોર પાળીમાં એડમિશન આપવા જણાવ્યું હતું. પરંતુ જો હિરાપુર કે પૂર્વ અમદાવાદમાંથી કોઇ વિદ્યાર્થી બોપલ બ્રાન્ચમાં જાય તો સ્કૂલના ટાઇમિંગ પ્રમાણે વિદ્યાર્થી રાત્રે 9 વાગ્યની આસપાસ ઘરે પહોંચશે. તેથી અમે સ્કૂલને જણાવ્યું કે બોપલ બ્રાન્ચની સવારની પાળીમાં જ વિદ્યાર્થીઓને સમાવાય.
ડીપીએસ ઈસ્ટના પ્રવકતા ઉમેશ દીક્ષિતે કહ્યું, બોપલ બ્રાન્ચમાં પ્રવેશ ઈચ્છતા વાલીઓને ડીઈઓ વિકલ્પ આપી રહ્યા છે. કેટલા વાલી બોપલ બ્રાન્ચમાં એડમિશન લેવા ઈચ્છે છે તેના આધારે અને જરૂરી મંજૂરી તેમજ નિયમો મુજબ અમે નિર્ણય લઈશું.
વાલીઓ હાઇકોર્ટમાં કેસ કરશે
ડીપીએસ -ઇસ્ટના વાલીઓ બે દિવસમાં સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં કેસ કરશે. જેમાં તેઓ સ્કૂલ મેનેજમેન્ટ, ગુજરાત શિક્ષણ વિભાગ અને સીબીએસઇને પક્ષકાર બનાવશે. સોમવારે યોજાયેલી વાલી મિટિંગમાં 300 કરતા વધુ વાલીએ આ અંગે સંમતિ આપી હતી.
પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન કેસમાં પોલીસને હાઇકોર્ટની નોટિસ
નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીઓ મામલે ઝડપાયેલી બે સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિય તત્વાએ કરેલી જામીન અરજીમા હાઇકોર્ટે ગુમ યુવતીના પિતાને પક્ષકાર બનાવીને પોલીસને નોટિસ ફટકારી છે.વધુ સુનાવણી 7 જાન્યુઆરીએ હાથ ધરાશે. પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાએ કરેલી જામીન અરજીમાં એવી રજુઆત કરી છે કે, તેમણે આશ્રમના કોઇ બાળકોને ગોંધી રાખયા નથી.
X
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી