શિક્ષણ / DPS બોપલ બ્રાન્ચમાં પ્રવેશ મુદ્દે મંજુલા શ્રોફ ખાતરી આપે:વાલીઓ

DPS ઈસ્ટની ફાઇલ તસવીર.
DPS ઈસ્ટની ફાઇલ તસવીર.

  • DPS ઈસ્ટના મેનેજમેન્ટ-વાલીઓ વચ્ચે બેઠક

Divyabhaskar.com

Dec 25, 2019, 03:28 AM IST
અમદાવાદ: ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ ઇ-મેઇલથી જાણ કરી હતી કે સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓની મોટાભાગની માગણી સ્વીકારી છે. પરંતુ વાલીઓની માંગ હતી કે આ પત્ર પર મંજુલા શ્રોફની સહી હોવી જોઇએ. તેમનું કહેવું છે કે, હિતેશ પુરીએ રાજીનામું આપ્યું હોવાથી સ્કૂલ મેનેજમેન્ટ ભવિષ્યમાં ફરી જઈ શકે છે.
પ્રિન્સિપાલે ઈ-મેઈલથી આપેલી ખાતરી વાલીઓને મંજૂર નથી
મંગળવારે સ્કૂલ મેનેજમેન્ટ અને વાલી આગેવાનો વચ્ચે એક મિટિંગ યોજાઇ હતી. વાલીએ માંગ કરી હતી કે મિટિંગ સ્કૂલમાં નહીં પરંતુ બહાર કોઇ સ્થળે થવી જોઇએ. જેથી બોપલ સર્કલ પાસેના એક કાફેમાં મિટિંગ યોજાઇ હતી. જેમાં સ્કૂલ મેનેજમેન્ટ તરફથી ડિરેક્ટર અને બોપલ બ્રાન્ચના પ્રિન્સિપાલ હાજર રહ્યાં હતા. તેમણે વાલીઓને હાઇકોર્ટમાં કેસ ન કરવા માટે સમજાવ્યા હતા. પરંતુ વાલીઓની માંગ હતી કે બાળકોને બોપલ બ્રાન્ચમાં સવારની પાળીમાં એડમિશન આપવામાં આવે. ઉપરાંત સ્કૂલ વાલીઓની જે પણ માંગ સ્વીકારે તે પત્ર પર મંજુલા શ્રોફની સહી હોવી જ જોઇએ. વાલી આગેવાન શોએબ શેખે જણાવ્યું હતું કે, બપોરની મિટિંગ બાદ અમને સાંજે મંજુલા શ્રોફ સાથે મિટિંગ કરાવવાની વાત કરાઇ હતી. અમે રાત્રે 9.30 સુધી રાહ જોઇ હતી. પરંતુ અમને મંજુલા શ્રોફ તરફથી મિટિંગ માટે બોલાવાયા નહીં. ત્યારબાદ ડીપીએસ - ઇસ્ટના પ્રિન્સિપાલે ઈ-મેઈલ કર્યો હતો.
DPS બોપલે બીજી પાળી માટે કોઇ પ્રક્રિયા કરી નથી
મંજુલા શ્રોફે આ પહેલા વાલીઓને સરકાર મંજુરી આપે તો ડીપીએસ - બોપલની બીજી પાળીમાં સમાવી લેવાની વાત કરી હતી. પરંતુ અત્યાર સુધી ડીઇઓ કચેરીમાં ડીપીએસ બોપલે આ મુદ્દે કોઇ ચર્ચા કે પ્રક્રિયા કરાઇ નથી કે ડીઇઓ ઓફિસને કોઈ અરજી પણ મોકલી નથી.
X
DPS ઈસ્ટની ફાઇલ તસવીર.DPS ઈસ્ટની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી