અમદાવાદ / CBSEની બે આચાર્યની કમિટીને પણ મંજુલા શ્રોફે ખોટું NOC આપ્યું હતું

મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.

  • NOC ઓનલાઇન આપ્યા પછી વેરિફિકેશન માટે કમિટી બની હતી
  • SITએ દિલ્હી CBSE ઓફિસમાં તપાસ કરી દસ્તાવેજો જપ્ત કર્યા

Divyabhaskar.com

Dec 23, 2019, 12:52 AM IST
અમદાવાદ: ડીપીએસના સીઈઓ તથા એમડી મંજૂલા શ્રોફ અને ટ્રસ્ટી હિતેન વસંત સામે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ પુરાવા એકત્રિત કર્યા છે. દિલ્હી સીબીએસઈ બોર્ડની કચેરીમાંથી વર્ષ 2012થી 2014 સુધીના માન્યતા મેળવવા અંગેના તમામ દસ્તાવેજો પોલીસે જપ્ત કર્યા છે જેમાં મંજૂલા શ્રોફે સરકારના નામે ખોટું એનઓસી રજૂ કર્યું હોવાનું ઘટસ્ફોટ કર્યો છે. ઉપરાંત માન્યતા મેળવવાના તમામ દસ્તાવેજી પુરાવા પણ પોલીસે કબજે લીધા છે અને ત્યાના ઓફીસ સુપરિન્ટટેન્ડેન્ટનું નિવેદન પણ લીધું હતું.
તમામ દસ્તાવેજોમાં સ્કૂલ મેનેજમેન્ટ ખોટું પુરવાર થયું
રાજ્ય સરકારનું બનાવટી એનઓસી રજૂ કરી ડીપીએસ ઇસ્ટ સ્કૂલે સીબીએસઈની માન્યતા મેળવી લીધી હતી. સ્કૂલ મેનેજમેન્ટ અત્યાર સુધી ખોટી એનઓસી નહીં લીધું હોવાનું રટણ કરે છે પરંતુ પોલીસે તપાસના કામે સીબીએસઈ પાસેથી લીધેલા તમામ દસ્તાવેજોમાં સ્કૂલ મેનેજમેન્ટ ખોટું પુરવાર થયું છે. સ્કૂલે સીબીએસઈ બોર્ડમાં રજૂ કરેલી ખોટા એનઓસીની નકલ પોલીસે લીધી છે. આ ઉપરાંત ઓફીસ સુપ્રિટેન્ડેન્ટે આપેલા નિવેદનમાં પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેમણે પોલીસને કહ્યું કે સ્કૂલે રજૂ કરેલી એનઓસી પછી બે પ્રિન્સિપાલની કમિટી બનાવી હતી જેમણે સ્કૂલના દસ્તાવેજોની ખરાઈ કરી હતી ત્યારે પણ સ્કૂલ મેનેજમેન્ટે ખોટા દસ્તાવેજો જ બતાવ્યા હતા.
નિત્યાનંદિતાએ 4 દિવસથી વાતચીત બંધ કરી
નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી નિત્યાનંદિતા અને તેની બહેનને હાજર કરવા હાઇકોર્ટનો આદેશ છે પરંતુ છેલ્લા 4 દિવસથી બંને બહેનોએ પોલીસ સાથે થતી વાતચીત પણ બંધ કરી દીધી છે. હાઇકોર્ટમાં હવે આવતા સપ્તાહે આ કેસની સુનાવણી હાથ ધરાશે.
X
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી