તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માંડવીની સિટી સરવે કચેરી શોભાના ગાંઠિયા સમાન બની, શહેર કોંગ્રસ પ્રમુખે કલેક્ટર સમક્ષ કરી રજૂઆત

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવીની સિટી સર્વે કચેરીમાં નોંધો પાડવા માટે આવતી જૂદા જૂદા પ્રકારની અરજીઓ લાંબા સમયથી પડતર હોતાં અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ પણ પોતાની મુલાકાત સમયે આ બાબતે ગંભીરતા દર્શાવતા ન હોવાથી કર્મચારીઓને છૂટો દોર મળી ગયો છે તેવો આક્ષેપ કરતાં શહેર કોંગ્રેસ મંત્રીએ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી.

કચેરીમાં દસ્તાવેજો અસ્તવ્યસ્ત હોતાં અરજદારો તપાસ કરવા જાય ત્યારે તેને શોધવા માટે સમય લાગે છે તેમ છતાં આધારો મળતા નથી, અમે શોધી રાખીએ છીએ, પછી આવજો તેવા ઉડાઉ જવાબો કર્મચારીઓ આપે છે. નામ ટ્રાન્સફરની ઢગલાબંધ અરજીઓ ધૂળ ખાય છે.

મેન્યૂઅલ રેકોર્ડ કોમ્પ્યૂટરાઇઝ કરવા તેમજ કોમ્પ્યૂટરમાં પ્રોપર્ટી કાર્ડ મુજબ રેકોર્ડ રાખવા સરકારની સુચના હોવા છતાં આ બાબતે પણ બેદરકારી દાખવાતી હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ કર્યો હતો. તેમણે યોગ્ય પગલા ભરવા અને છેલ્લા બે વર્ષના રેકોર્ડની ચકાસણી કરવા કલેક્ટર સમક્ષ માગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો