લો બોલો / એરપોર્ટ પર બેગનાં વજનનો એક્સ્ટ્રા ચાર્જ ન આપવો પડે એ માટે 46 વર્ષીય મહાશયે 15 શર્ટ એકસાથે પહેરી લીધા

Man Wears 15 Shirts To Avoid Paying Excess Baggage Fee

  • જ્હોનના દીકરાએ તેના પિતાનો 15 શર્ટ પહેરતો વીડિયો ઉતાર્યો
  • જ્હોન હાસ્ય કલાકાર છે

Divyabhaskar.com

Jul 12, 2019, 01:16 PM IST

અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં વિચિત્ર મહાશયોની કોઈ કમી નથી. ઘણી વખત એ લોકોના આઈડિયા જોઈને આપણને એમ થઈ જાય કે, આવા વિચારો આવતા ક્યાંથી હશે! હાલ સોશિયલ મીડિયા પર એક 46 વર્ષીય વ્યક્તિનો રમૂજી વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ ભાઈએ ફ્રાન્સના નાઇસ એરપોર્ટ પર બેગનાં વધુ વજનના એક્સ્ટ્રા રૂપિયા આપવા ન પડે એ માટે 15 શર્ટ પહેરી લીધા હતા.

'મારા પિતા હાસ્ય કલાકાર છે'
46 વર્ષીય જ્હોનના દીકરા જોશે વાઇરલ વીડિયો ઉતાર્યો હતો. સ્થાનિક મીડિયા પ્રમાણે જ્હોને 8 કિલોગ્રામ વજન બેગમાંથી ઓછું કરવાનું નક્કી કર્યું હતું. આમ કરીને તે 96 પાઉન્ડ એટલે કે 8260 રૂપિયા બચાવવા માગતો હતો. આ પરાક્રમ વિશે જોશે કહ્યું કે, મારા પિતા હાસ્ય કલાકાર છે. તેઓ લોકોને હસાવવા માટે કંઈ પણ કરી શકે છે. એરપોર્ટના સ્ટાફને હસાવવા માટે તેમણે એક પછી એક એમ 15 શર્ટ પહેરવાના શરુ કરી દીધા હતા.

15 શર્ટ પહેરીને જ્હોન ઘણો અલગ લાગી રહ્યો હતો. સિક્યોરિટી સ્ટાફને તેની પર શંકા ગઈ. તેમને લાગ્યું કે, જ્હોન શર્ટ નીચે કંઈક છુપાવાવનો પ્રયત્ન કરે છે, પણ અફસોસ કે સિક્યોરિટીને ચેકિંગ કર્યા પછી પણ કંઈ જ મળ્યું નહીં. અંતે સિક્યરિટી સ્ટાફે પણ હસીને બાપ-દીકરાને એરપોર્ટ પર આગળ પ્રોસેસ માટે જવા દીધા.

X
Man Wears 15 Shirts To Avoid Paying Excess Baggage Fee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી