દુર્ઘટના / નાયગ્રા વોટરફોલમાં એક પ્રવાસી 188 ફૂટ ઊંચાઈએથી પડ્યા પછી પણ જીવિત બચ્યો

Man survives plunge over Niagara Falls waterfall
Man survives plunge over Niagara Falls waterfall

  • 59 વર્ષમાં આવી ઘટના 5મી વખત બની

Divyabhaskar.com

Jul 12, 2019, 01:12 PM IST

અજબ-ગજબ ડેસ્ક: કેનેડામાં નાયગ્રા વોટરફોલને જોવા માટે દુનિયાભરમાંથી અનેક પ્રવાસીઓ આવે છે. હાલમાં જ આ ધોધમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. 188 ફૂટ ઊંચાઈથી પડ્યા પછી પણ આ વ્યક્તિ બચી ગયો છે. વર્ષ 1960 પછી આ પ્રકારનો બનાવ 5મી વાર થયો છે કે, કોઈ આટલી ઊંચાઈ પરથી પડે અને જીવિત રહે.

નાયગ્રા પોલીસે જણાવ્યું કે, મંગળવારે 4 વાગે અમને ફોન આવ્યો હતો, જેમાં એક વ્યક્તિની હોર્સ શૂ ફોલ્સ પર ફસાઈ ગયા હોવાની જાણકારી મળી હતી. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તે નદીમાં એક રિટેનિંગ વોલ પર ચડી ગયો અને ધસમસતાં પાણીના પ્રવાહ સાથે વહી ગયો. ત્યારબાદ રેસ્કયૂ ટીમે તે વ્યક્તિને શોધવા માટે અનેક પ્રયત્નો કર્યા. આશરે દોઢ કલાક પછી ખબર પડી કે, તે મહાશય તો ધોધ નીચે એક પથ્થર પર બેઠા છે. આટલી ઊંચાઈ પરથી પડ્યા હોવા છતાં તેનો એક વાળ પણ વાંકો નહોતો થયો. સ્થાનિક મીડિયા પ્રમાણે વર્ષ 1960 પછી કોઈ પ્રોટેક્શન વગર નાયગ્રા ધોધમાં આટલી ઊંચાઈથી પડ્યા પછી પણ કોઈ વ્યક્તિ જીવિત બચ્યો હોય તેવો આ પાંચમો કેસ છે.

X
Man survives plunge over Niagara Falls waterfall
Man survives plunge over Niagara Falls waterfall
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી