બારડોલી / KBCમેં સે બોલ રહા હું, આપકો 25 લાખ કા ઈનામ લગા હૈ, કહી 62 હજાર પડાવ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • બારડોલીના યુવકને વોટ્સએપ કોલ પર લોભામણી વાતો કરી છેતર્યો
  • પહેલાં રૂ. 17000 અને ત્યાર બાદ રૂ. 45000 ખાતામાં ભરાવ્યા

Divyabhaskar.com

Sep 05, 2019, 05:07 AM IST

બારડોલી: ‘કૌન બનેગા કરોડ પતી’નો લાભ ઠગો ઉઠાવી રહ્યાં છે. આવી જ ઘટના બારડોલી નગરમાં બની છે. બારડોલી નગરમાં રહેતા એક પરિવાર પર ફોન આવ્યો અને હિન્દીમાં જણાવ્યું કે હું કૌન બનેગા કરોડ પતીમાંથી બોલું છું. તમારા મોબાઈલ નંબર સિલેક્ટ થયો છે. તમને 25 લાખનું ઈનામ મળશે. આ રૂપિયા માટે તમારે અમૂક રકમ બેંકમાં ભરાવની રહેશે.

તમે જીતેલા 25 લાખના ટેક્સ પેટે 1,20,000 ભરવા પડશે
પહેલા એસબીઆઈનોએકાઉન્ટ નંબર આપી ઠગે પોતાના એકાઉન્ટમાં 17000 ભરાવ્યા હતાં. ત્યારબાદ થોડી વાર રહેને ફોન આવ્યો કે હજુ તમારે 45000 રૂપિયા ભરવા પડશે. જેથી યુવકે ફરી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં 45000 રૂપિયા ભર્યા હતાં. ફરી રાત્રિના ફોન આવ્યો કે કાલે સવારે તમારા પર આરબીઆઈમાંથી ફોન આવશે. તમે જીતેલા 25 લાખના ટેક્સ પેટે 1,20,000 ભરવા પડશે. એમ જણાવતાં યુવકેને શંકા ગઈ હતી. અને તેને પૈસા ભરવાની ના પડતા ઠગે જણાવ્યુ હતું કે, પોલીસ પણ કઈ બગાડી શકે તેમ નથી.તપાસ કરતા યુવક છેતરાયોનું જાણવા મળ્યુ હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી