તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:મતદાર યાદીમાં નામ પુરુષનું અને ફોટો મહિલાનો

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. આ યાદીમાં અનેક છબરડાં છે. વોર્ડ નં.1થી 18ની મતદાર યાદી જાહેર કરાઇ છે તેમા અલગ અલગ નંબરના મતાદરકાર્ડ આપ્યા હોય તેવા મતદાર છે. પુરુષ મતદારની જગ્યા પર સ્ત્રીનો ફોટો, પિતાનું નામ અને પોતાનું નામ ગુજરાત, તો અમુક મતદારોના નામ સરનામા જ દર્શાવ્યા નથી. આમ અનેક ગોટાળાઓ છે જે દૂર કરવા વાંધા રજૂ થયા છે. ગુજરાત વિધાનસભા 68 રાજકોટ પૂર્વ મતદાર વિભાગ વોર્ડ નં.6 મનપા વિસ્તારમાં આવતા હદ સીમાંકનની વિધાનસભાની મતદારની યાદી ઉપરથી તૈયાર કરેલી મતદાર યાદીમાં એક જ મતદાર જુદા જુદા ક્રમથી નોંધાયેલા છે. એક જ મતદારના ત્રણ નામ નોંધાયા છે. પતિ-પત્નીના ઓળખકાર્ડ પણ અલગ અલગ બે નંબરના છે. અનેક મતદારોના નામ બેવડા ત્રેવડા નામો તથા બેવડા ત્રેવડા ચૂંટણીકાર્ડ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો