• Home
  • International
  • Malaysia's PM says We are too small to support Pakistan on Article 370, CAA issue too small to take action against India

નરમ વલણ / મલેશિયાના PMએ કહ્યું- અમે ભારત વિરુદ્ધ પગલાં ભરવામાં બહુ નાના, અનુચ્છેદ-370, CAA મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવુ ભારે પડ્યું

મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ (ફાઈલ ફોટો)
મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ (ફાઈલ ફોટો)

  • દાવોસ બેઠકમાં વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ મલેશિયાના તેમના સમકક્ષને નહીં મળે
  • ભારતે પામ ઓઈલની આયાત નિયંત્રિત કરતા મલેશિયા સરકાર પર વાટાઘાટથી ઉકેલ મેળવવા સ્થાનિક ટ્રેડ યુનિયન, વેપારી સંઘોનું ભારે દબાણ

Divyabhaskar.com

Jan 20, 2020, 05:21 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત અને મલેશિયા વચ્ચે તંગ બની ગયેલા સંબંધની સ્થિતિ વચ્ચે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે ભારત સાથેના સંબંધ અંગે એક મોટુ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે મલેશિયા ભારતના ટ્રેડ વોર વિરુદ્ધ તેમનો દેશ કોઈ જ વ્યાપારીક પગલા ભરશે નહીં. અમે ભારત સામે પ્રતિકાત્મક પગલાં ભરવામાં ઘણા નાના છીએ. બીજીબાજુ ભારત રાજદ્વારીસ્તરે મલેશિયા પર દબાણ વધારવાના ભાગરૂપે વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ દાવોસમાં યોજાનારી 50મી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની બેઠકમાં મલેશિયાના વાણિજ્ય પ્રધાન સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કરી દીધો છે.

મલેશિયાને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે મલેશિયાએ વૈશ્વિકસ્તરે પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ દેખાડતા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો તેમ જ નાગરિક સુધારા કાયદા (CAA)નો વિરોધ કરી ભારતની ટીકા કરી હતી. જમ્મુ-કાશ્મીર મુદ્દે મલેશિયાનું નિવેદન ભારત માટે એક મોટા ઝાટકા સમાન હતું કારણ કે ભારત-મલેશિયા વચ્ચે ઘનિષ્ઠ વ્યાપારીક સંબંધ છે. ભારતે મલેશિયા પાસેથી ગયા વર્ષે 40.40 લાખ ટન પામ તેલની ખરીદી કરી હતી. ભારત વર્ષ 2014થી મલેશિયામાં પામ ઓઈલનો સૌથી મોટો ભાગીદાર છે.આ ઉપરાંત ઝાકીયા નાઈકના કાયમી નાગરિકતાના દરજ્જાને રદ્દ કરવા મલેશિયાએ ઈન્કાર કર્યો હતો તેને પગલે ભારતે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી હતી. નાઈક નાણાંકીય ગેરરીતિના કેસમાં ભારતમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે અને તેની ભારત દ્વારા વારંવાર માંગ કરવામાં આવી છે. મલેશિયામાંથી ભારતે વર્ષ 2019માં કુલ 40.40 લાખ ટન પામ તેલની આયાત કરી હતી પરંતુ હવે સંબંધોમાં કડવાસને લીધે વર્ષ 2020માં મલેશિયામાંથી ભારતની પામ તેલની આયાત 10 લાખ ટનથી પણ નીચી આવી જશે.

ભારત સાથે સંબંધ સુધારવા સ્થાનિક સ્તરેથી ભારે દબાણ
ભારત સાથે વ્યાપારમાં અવરોધ સર્જાયા બાદ મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ પર વિવિધ ટ્રેડ યુનિયન, વેપારી સંઘો તરફથી ભારત સાથેના સંબંધ સુધારવા દબાણ વધી ગયું છે અને સરકારને અપિલ કરવામાં આવી છે કે તે ઝડપભેર ભારત સાથે વાતચીત કરીને સંબંધોને સુધારે.



X
મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ (ફાઈલ ફોટો)મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ (ફાઈલ ફોટો)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી