તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:મહુધાની દિકરી ગિનીસ બુકમાં ઝળકી, અંકોડી ગૂંથણ નાતાલ સજાવટમાં ભાગ લઇ વિશ્વવિક્રમ સર્જયો

મહુધા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરેક પ્રકારની ચેલેન્જ સ્વીકારવી અને સ્પર્ધા કે અન્ય વિષયોને પડકાર ફેંકવો એ ગુજરાતીઓનો કાયમી એજન્ડા રહ્યો છે. એ જ બાબતને ઉજાગર કરતાં ચેન્નાઇ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં મહુધાની નીમીશા પટેલને “અંકોડી ગુથણ નાતાલ સજાવટ” વિષય પર ઉન અને અંકોડી કામ કરી ક્રોસેટના વિવિધ નમુનાઓ બનાવી ગીનીસ વર્લ્ડ રેકોર્ડનુ પ્રમાણપત્ર મેળવતા મહુધાના નગરજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી.

મહુધા અને ખેડાપંથક માટે ગૌરવપ્રદ બાબતની વિગત આપતાં મહુધાના કુ.નીમીષા પટેલના જણાવ્યા મુજબ ચેન્નાઇ ખાતેની મધર ઇન્ડીયા ક્રોસેટ ક્વિન્સ દ્વારા ગત વર્ષના 2019 ના સપ્ટેમ્બર માસમા “અંકોડી ગૂંથણ નાતાલ સજાવટ” વિષય પર ઉન અને અંકોડી કામ કરી ક્રોસેટના વિવિધ નમૂનાઓ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં મહુધાના કુ.નીમીશા પટેલ સહિત સમગ્ર વિશ્વની ૩૬૬ જેટલી મહિલાઓએ ભાગ લઇ ઉન અને અંકોડી કામ દ્વારા 66,158 જેટલા ક્રોસેટ નમૂના તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. જેના પગલે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી.

આ અંગે નીમીશા પટેલએ જણાવ્યુ હતુ કે, તેઓ આણંદ ખાતેની ખાનગી કંપનીમા નોકરી કરતાં હોઇ નડિયાદથી આણંદ ટ્રેનમા અપડાઉન કરે છે. તેઓની સાથે અમદાવાદથી આણંદ આવતી તેમની બહેનપણી કોમલ પટેલ સહિતની કેટલીક મહિલાઓ ઉન અને અંકોડી ગૂંથણનુ કામ કરી જરુરીયાતમંદોને આપવાની સેવા કરતા હતા. જેમાં મિત્ર કોમલ પટેલે ચેન્નાઇની મધર ઇન્ડીયા ક્રોકેટ ક્વિન્સ નામની સંસ્થામા જોડાઇ વધુ સેવાભાવી કામો કરવાની નીમીશા પટેલને પ્રેરણા આપી હતી. જેના પગલે વર્ષ 2017 મા નીમીશા પટેલ પણ આ સંસ્થામા જોડાઇ બોર્ડ ચેરનો હોદ્દો પ્રાપ્ત કર્યો હતો. સંસ્થામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામા આવતી ઉનની વસ્તુઓને દેશના વિવિધ આર્મી કેમ્પ અને વૃધ્ધાશ્રમ તથા અનાથાશ્રમ તેમજ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવે છે. અગાઉ ત્રણ વખત આ ઇવેન્ટ યોજાઇ હતી. ચેન્નાઇ ખાતે યોજાયેલી સ્પર્ધામા મહુધાની દિકરી દ્વારા પોતાની હુન્નર દ્વારા યોગદાન કરતા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામના મેળવતા મહુધા પંથકના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે.

આગામી દિવસોમાં કુરિયરથી ટ્રોફી મોકલાશે
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તમામ 366 બહેનોને મોમેન્ટો, પ્રમાણપત્ર, ટ્રોફી એનાયત કરવાનો પ્રોગ્રામ કરવાનું આયોજન કરવામાં આવવાનું હતું. પરંતુ કોરોના વાઇરસના પગલે લોકડાઉન થતાં કાર્યક્રમને બ્રેક મારી દેવામાં આવી હતી. આગામી દિવસોમાં કુરીયર મારફતે મોમેન્ટો અને ટ્રોફી મોકલી આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો