• Home
  • Utility
  • Automobile
  • Mahindra XUV300 gets 5 star rating in crash test, world's first car to score highest in safety

ક્રેશ ટેસ્ટ / મહિન્દ્રા XUV300ને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ, સેફ્ટી મુદ્દે સૌથી વધુ સ્કોર મેળવનારી દુનિયાની સૌપ્રથમ કાર

Mahindra XUV300 gets 5 star rating in crash test, world's first car to score highest in safety

  • આ કારને અડલ્ટ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં 16.42 પોઇન્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં 37.44 પોઇન્ટ્સ મળ્યાં
  • અગાઉ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ટાટા નેક્સન અને ટાટા અલ્ટ્રોઝને પણ 5 સ્ટાર રેટિંગ મળી ચૂક્યાં છે

Divyabhaskar.com

Jan 22, 2020, 11:47 AM IST

ઓટો ડેસ્કઃ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મહિન્દ્રાની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ SUV XUV300એ 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ ત્રીજી ભારતીય કાર છે, જે અડલ્ટ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં ફુલ 5 સ્ટાર રેટિંગ મેળવવામાં સફળ રહી છે. જો કે, ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં તેને 4 સ્ટાર રેટિંગ મળ્યાં છે. ગાડીઓ અને તેમાં બેઠેલાં મુસાફરોની સુરક્ષા ચકાસવા માટે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ટાટા નેક્સન અને ટાટા અલ્ટ્રોઝને 5 સ્ટાર રેટિંગ પણ મળી ચૂક્યાં છે. તેને ટેસ્ટ દરમિયાન અડલ્ટ ઓક્યૂપન્ટ પ્રોટેક્શન માટે 17માંથી 16.42 પોઇન્ટ્સ, જ્યારે ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં 49માંથી 37.44 પોઇન્ટ્સ મળ્યાં છે. ક્રેશ ટેસ્ટમાં આટલો સ્કોર કરનારી મહિન્દ્રાની આ કાર દુનિયાની પહેલી ભારતીય કાર બની ગઈ છે. આ અંગે આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ફક્ત ટોપ વેરિઅન્ટમાં જ મિડલ પેસેન્જર માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ છે

  • રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી જેટલી પણ ગાડીઓ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં સામેલ થઈ છે, તેમાંથી ફક્ત મહિન્દ્રા XUV300એ જ સૌથી વધુ પોઇન્ટ્સ મેળવ્યાં છે. અડલ્ટ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં તેને 17માંથી 16.42 પોઇન્ટ્સ, જ્યારે ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રોટેક્શનમાં 49માંથી 37.44 પોઇન્ટ્સ મળ્યાં છે. જો કે, ટાટાની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝને ક્રેશ ટેસ્ટમાં અડલ્ટ ઓક્યૂપન્ટ પ્રોટેક્શન માટે 16.13 અને ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રોટેક્શન માટે ફક્ત 29 પોઇન્ટ્સ જ મળ્યાં છે.
  • રિપોર્ટમાં સામે આવ્યું કે, ક્રેશ ટેસ્ટ દરમિયાન મહિન્દ્રા XUV300નું સ્ટ્રક્ચર અને ફૂટવ્હીલ સ્થિર હતું. અડલ્ટ ઓક્યૂપન્ટના માથાં, ગરદન અને ઘૂંટણને ઘણું પ્રોટેક્શન મળ્યું, જ્યારે આગળ બેસનારા પેસેન્જરને મળનારું ચેસ્ટ પ્રોટેક્શન પણ ઘણું સારું હતું. તેથી, આ કારને ડ્રાઇવર માટે સારી માનવામાં આવી રહી છે.
  • ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન વિશે વાત કરતાં ગ્લોબલ NCAPએ જણાવ્યું કે, અમે ક્રેશ દરમિયાન 3 વર્ષના અને 1.5 વર્ષના બાળકની ડમીનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટમાં બહાર આવ્યું કે, SUV બાળ સુરક્ષાની દૃષ્ટિએ ફુલ 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ છે. તેને ખરાબ ISOFIX માર્કિંગ આપવામાં આવ્યું. તેમાં મિડલ પેસેન્જરની સેફ્ટી માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ તમામ વેરિઅન્ટમાં નહીં પરંતુ ફક્ત ટોપ વેરિઅન્ટ એટલે કે W8(O)માં જ અવેલેબલ છે.
  • આ ગાડીના તમામ વેરિઅન્ટ્સમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS-EBD, કોર્નિંગ બ્રેક કન્ટ્રોલ, ચારેય ટાયર્સમાં ડિસ્ક બ્રેક્સ, ફ્રંટ સીટ બેલ્ટ રિમાઇન્ડર સિસ્ટમ, ફ્રંટ સીટ બેલ્ટ પ્રિટેન્શનર્સ અને પેસેન્જર્સ એરબેગ ડિએક્ટિવેશન સ્વીચ વગેરે જેવાં સેફ્ટી ફીચર્સ મળે છે, જ્યારે ફુલ્લી લોડેડ વર્ઝન W8(O)માં 7 એરબેગ્સ, ફ્રંટ પાર્કિંગ સેન્સર, હીટેડ ORVMs, સીટ બેલ્ટ રિમાઇન્ડર્ટ ફોર ઓલ પેસેન્જર્સ અને મિડલ પેસેન્જર માટે થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ જેવાં ફીચર્સ મળે છે.
  • SUVમાં 1.5 લિટર ડીઝલ એન્જિન છે. આ 117hp પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય, તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ છે, જે 110hp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ અને ડીઝલમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ મળે છે.
  • તાજેતરમાં જ મહિન્દ્રાએ BS-6 કમ્પ્લાયન્ટ XUV300 પેટ્રોલ વર્ઝન લોન્ચ કર્યું છે. તેની કિંમત 8.30 લાખ રૂપિયાથી 11.99 લાખ રૂપિયા સુધીની છે. ટૂંક સમયમાં જ તેનું ડીઝલ વર્ઝન પણ BS-6માં અપગ્રેડ કરવામાં આવશે. XUV300 BS-4ની કિંમત 8.69 લાખ રૂપિયાથી 12.69 લાખ રૂપિયા વચ્ચે છે.
X
Mahindra XUV300 gets 5 star rating in crash test, world's first car to score highest in safety
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી