તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લગ્નની લાલચે મહારાષ્ટ્રની યુવતીને વિજાપુરની મહિલા દલાલે 1.25 લાખમાં વારાહીમાં વેચી દીધી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણ મહિના ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યો, મોબાઈલ અને આધાર કાર્ડ પડાવી લીધા હતા

પાટણઃ મહારાષ્ટ્રની એક મહિલાને સારો છોકરો અને  સારું ઘર હોઈ લગ્ન કરવા તૈયાર કરી  વિજાપુરની મહિલાએ તેની જાણ બહાર જ રૂ.1.25 લાખમાં વારાહીમાં વેચી મારી હતી તેમજ તેણીને ત્રણ મહિના સુધી ઘરમાં ગોંધી રાખીને તેમાંના એક શખ્સે સતત બે મહિના સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

મહિલાની જાણ બહાર વિશ્વાસઘાત કરી રૂ. 1.25 લાખમાં વેચી મારી

મહેસાણા જિલ્લાના  વિજાપુર ખાતે રહેતી  ઉષાબેન ઠાકોરે મહારાષ્ટ્રની એક જરૂરતમંદ મહિલાને ત્રણ માસ અગાઉ સારા ઘરે લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેમાં ભોળવી પૂર્વ કાવતરું રચી વારાહી ખાતે  લાવી હતી જ્યાં સુરેશભાઈ કાંતિભાઈ રાણાવા સહિત તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરાવી હતી. તેમજ  મહિલાની જાણ બહાર વિશ્વાસઘાત કરી રૂ. 1.25 લાખમાં વેચી મારી હતી. ત્યારબાદ સુરેશના પરિવારે મહિલા પાસેનો મોબાઈલ અને આધારકાર્ડ પડાવી લઇ  બળજબરી પૂર્વક આશરે ત્રણ મહિના સુધી  ઘરના રૂમમાં જ ગોંધી રાખી હતી જ્યાં રાણાવા સુરેશ કાંતિભાઈ દ્વારા સતત બે માસથી મહિલાની મરજી વિરુદ્ધ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. 
જાનથી મારી નાખવાની ધમકી આપી
આ શખ્સોએ તેણીને કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ કોઇ પણ રીતે આ    મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ મેળવી લેતાં તેનો અા 
પરિવારના શખ્સોના કબજામાંથી છૂટકારો થયો હતો. બાદમાં  મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો