• Home
  • National
  • Maharashtra political drama: Pawar to Uddhav, Supriya persuaded Rashmi Thackeray to separate from BJP

ઇનસાઇડ સ્ટોરી / પવારે ઉદ્ધવને, સુપ્રિયાએ રશ્મિ ઠાકરેને ભાજપથી અલગ થવા સમજાવ્યાં  

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ફાઇલ તસવીર

  • કોંગ્રેસના 44 ધારાસભ્યોની ઇચ્છા સમક્ષ સોનિયા ગાંધીને ઝૂકવું પડ્યું

Divyabhaskar.com

Nov 23, 2019, 08:46 AM IST
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સત્તાથી દૂર રાખવામાં શરદ પવારની ભૂમિકા મુખ્ય રહી હતી. શરદ પવારે 24 ઓક્ટોબરે જ સંખ્યાબળની સ્થિતિ સ્પષ્ટ થતાં વ્યૂહરચના ઘડી હતી. તેમની પુત્રી સુપ્રિયા સુળેનાં સાસુ બાળાસાહેબ ઠાકરેની પત્નીના સગા ભાણેજ છે. જૂના સંબંધો અને રાજકીય સમીકરણ દ્વારા તેમને ઉદ્ધવને સમજાવ્યું કે આ વખતે શિવસેનાના મુખ્યમંત્રી નહીં બને તો ક્યારેય સેનાનો મુખ્યમંત્રી બનશે નહીં. પક્ષ અને આદિત્ય ઠાકરેનું ભવિષ્ય પણ નહીં બચે. સુપ્રિયાએ ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરેને ભાજપ સાથે છેડો ફાડવા સમજાવ્યા હતાં.
સોનિયાને મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી સરકારનું મહત્ત્વ પવારે સમજાવ્યું
આ વ્યૂહરચનાના ભાગરૂપે શિવસેનાએ 24 ઓક્ટોબરે જ ભાજપ સમક્ષ અઢી વર્ષ સીએમ પદની માંગણી કરી હતી. આથી ભાજપ બેકફૂટ પર આવી ગયું હતું. પછી પવારે ઉદ્ધવને સીએમ બનવા તૈયાર કર્યા. કારણકે આદિત્યની ઉંમર અને અનુભવ ઓછો છે. ઉદ્ધવને તૈયાર કર્યા પછી પવારે 4 નવેમ્બરે સોનિયા સાથે મુલાકાત કરી. શિવસેના સાથે જોડાણનો વિરોધ કરી રહેલી એ.કે. એન્ટનીની વડપણ હેઠળની કેરળ લોબીને બાજુએ રાખીને સોનિયાને મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી સરકારનું મહત્ત્વ પવારે સમજાવ્યું. સોનિયા શિવસેનાનો ઇતિહાસ અને તનાવપૂર્ણ સંબંધોને કારણે ટેકો આપવા અંગે મૂંઝવણમાં હતા. પરંતુ કોંગ્રેસના 44 ધારાસભ્યોની ઇચ્છા સમક્ષ તેમને ઝૂકવું પડ્યું. પવારે જ ઉદ્ધવ અને સોનિયાની વાત કરાવી.
X
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ફાઇલ તસવીરઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી