મહારાષ્ટ્ર / મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- શરદ પવારે આપણને શીખવાડ્યું, ઓછી બેઠકોમાં પણ સરકાર કઈ રીતે બનાવાય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન

  • મુંબઈમાં વસંત દાદા શુગર ઈન્સ્ટિટ્યુટના કાર્યક્રમમાં સામેલ મુખ્યમંત્રી અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર
  • ફડણવીસે કહ્યું હતું- ભાજપ સૌથી મોટી પાર્ટી, શિવસેનાની સાથે સરળતાથી સરકાર બનાવી શકત

Divyabhaskar.com

Dec 25, 2019, 05:51 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર બુધવારે એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ઉદ્ધવે શરદ પવારની પ્રશંસા કરતા કહ્યું કે રાકાંપા અધ્યક્ષે અમને શીખવ્યું કે ઓછી બેઠકોમાં પણ સરકાર કઈ રીતે બનાવાય. બંને નેતા વસંતદાદા શુગર ઈન્સ્ટિટયુટમાં થયેલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ ઈન્સ્ટિટયુટમાં શરદ પવાર ચેરમેન છે. ઉદ્ધવે મહારાષ્ટ્રમાં રાકાંપા અને કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી અને 28 નવેમ્બરે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે.

ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થશેઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવે કહ્યું- અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે ઓછી જમીનમાં વધુ પાક કઈ રીતે કરી શકાય. શરદ પવારે આપણને શીખવાડ્યું છે કે પાકને કઈ રીતે વધારી શકાય અને તેમણે આપણને એ પણ શીખવાડ્યું છે કે ઓછી બેઠકો હોય તો સરકાર કઈ રીતે બનાવી શકાય. ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગની વાતનું પણ પુનરાવર્તન કર્યું.

X
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાનમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી