તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવું નોલેજ:‘મા પાવા તે ગઢથી ઉતર્યા’ વલ્લભ ભટ્ટની અમર રચના

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજમાતા મીનળદેવી કર્ણાટકથી ગરબો ગુજરાતમાં લાવ્યા હોવાની માન્યતા

વિદ્વાનોના મતે ‘ગરબો’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદ્વીપ’ અથવા તમિળ શબ્દ ‘કુરવઈ’ પરથી આવ્યો છે. 11મી સદીમાં થઈ ગયેલાં રાજમાતા મીનળદેવી કર્ણાટકથી આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે તેઓ કર્ણાટકથી ‘કુરવઈ કુથ્થુ’ નામની નૃત્ય શૈલી ગુજરાત લાવ્યાં હતાં. આ નૃત્ય શૈલી બાદમાં ગરબા તરીકે પ્રચલિત થઈ. મધ્ય યુગમાં શ્રી કૃષ્ણને પૂજતા વૈષ્ણવોએ ‘ગરબા રાસ’ વિકસાવ્યો હતો. નાગર કવિ નરસિંહ મહેતાએ આવા ત્રણ ગરબા રાસની રચના કરી હતી. 16મી સદીમાં નાગર કવિ શિવાનંદ વામદેવ પંડ્યાએ માતાજીની જાણીતી આરતી ‘જય આદ્ય શક્તિ મા...’ની રચના કરી હતી.

ગુજરાતી ગરબાઓની રચનામાં સૌથી મોટું યોગદાન બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે આપ્યું હતું. તેમના દ્વારા રચાયેલા ગરબા આજે 400 વર્ષ પછી પણ એટલા જ લોકપ્રિય છે. મેવાડા બ્રાહ્મણ વલ્લભ ભટ્ટ ઇસવીસન 1584માં અમદાવાદમાં થઈ ગયા હતા. પાવાગઢ વાળા મહાકાળી માતા પર તેમણે લખેલો ગરબો ‘મા પાવા તે ગઢથી ઉતર્યા, મા કાળી રે, વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે...’ આજે પણ શ્રદ્ધાભેર ગાવામાં આવે છે. (સૌજન્ય: બિપિન થાનકી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો