તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આ વર્ષે મેળાની મઝા નહીં:ડભોઈમાં વિવિધ સ્વરૂપે બિરાજમાન થઈ નગરની રક્ષા કરતા મા જગદંબા

ડભોઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરી ભાગોળે બહુચરમાના મંદિરે આઠમનો મેળો અને હીરાભાગોળે ગઢભવાની માતાના મંદિરે દશેરાનો મેળો યોજાતો હતો

છઠ્ઠી સદીથી એટલે કે જ્યારથી દર્ભાવતી (ડભોઇ) નગરીનું નિર્માણ થયું ત્યારથી જ જગતજનની માં જગદંબાની અસીમકૃપા આ નગરી પર રહેલી છે. માટે જ તો નગરની ચારેવ દિશાઓમાં જગદંબા માં જુદાજુદા સ્વરૂપે બિરાજમાન થઇ નગરની રક્ષા કરતી આવી છે. જેમાં નવરાત્રી પર્વમાં જ વડોદરી ભાગોળ ખાતે બહુચર માનાં મંદિરે આઠમ અને હીરાભાગોળ ખાતે ગઢભવાની માતાનાં મંદિરે દશેરાનાં મેળાઓ વર્ષોથી યોજાતા આવ્યા છે.દર્ભાવતી એટલે કે ડભોઇ નગરીનું નિર્માણ છઠ્ઠી સદીમાં સિધ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતું. નિર્માણ કાળથી જ આ નગરની ખુબી એ રહી છે કે નગરની ચારેવ દિશાઓમાં કલાત્મક ઝીણી આકર્ષક કોતરણીને લઇને આજે પણ દર્ભાવતી નગરી તેની ઐતિહાસીકતા સાથે દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે. આજે પણ નગરની ચારેય ભાગોળો પર જગતજનની મા જગદંબા જુદાજુદા સ્વરૂપે બિરાજ માન છે.

વડોદરી ભાગોળનો કિલ્લો
વડોદરી ભાગોળનો કિલ્લો

જેમાં પુર્વમાં આવેલાં હીરાભાગોળનાં કિલ્લામાં રાજાનાં કુળદેવી ગઢભવાની (મહાકાલી)માં પશ્વિમમાં આવેલી વડોદરી ભાગોળ ખાતે બહુચર માં ઉત્તરે આવેલી મહુડી ભાગોળ ખાતે આશાપુરી મા અને દક્ષિણમાં આવેલી નાંદોદી ભાગોળ ખાતે વેરાઇ માતા બિરાજમાન રહી નગરની ચારેવ દિશાઓ તરફેથી મા નગરની રક્ષા કરી છે. ત્યારે નવરાત્રી પર્વમાં પણ નગરનાં નિર્માણકાળથી જ ભાથીગળ બે મેળાઓ માનાં મંદિરીયે યોજાતા આવ્યા છે. જેમાં આઠમનો મેળો વડોદરી ભાગોળ બહુચર માનાં મંદિરે અને દશેરાનો મેળો હીરાભાગોળ ગઢભવાની માનાં મંદિરે યોજાતા આવ્યા છે.

હીરા ભાગોળનો કિલ્લો જ્યાં રાજાના કુળદેવી મા ગઢ ભવાની બિરાજમાન છે.
હીરા ભાગોળનો કિલ્લો જ્યાં રાજાના કુળદેવી મા ગઢ ભવાની બિરાજમાન છે.

પાદરાના રણું તુળજા ભવાની મંદિર ખાતે બીજા નોરતે માનવ મહેરામણ ઉમટ્યું

પાદરા તાલુકાના પ્રાચીન તુળજા ભવાની મંદિર ખાતે આશો નવરાત્રી નિમિતે દર્શન માટે લોકો ઉમટ્યાં હતા. જેમાં નવરાત્રીના બીજા દિવસે રવિવાર હોય ભક્તો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈનો શિસ્તબદ્ધ રીતે અંતર રાખીને જોડાયા હતા અને દર્શન કરી નીકળી જતાં હતા. મંદિર ખાતે આખો દિવસ માઇક ઉપર સતત કોરોના અંગે માર્ગદર્શન અપાયું હતું. વહેલી સવારથી જ ભક્તો ચાલતા અને નાના મોટા વાહન દ્વારા રણું જઈ રહ્યા હતા. મંદિર વહીવટ દ્વારા દર્શનાર્થી ઓને કોરોનાનું પાલન કરી શકે તે માટે લાઈન બદ્ધ જવા દેવામાં આવતા હતા. ક્યાંય ટોળા દેખાતા ન હતા. આમ માઈ મંદિરોમાં ભક્તો ઉમટ્યા હતા.

છોટાઉદેપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મા અંબાની આરતી કરવામાં આવી

છોટાઉદેપુર | છોટાઉદેપુર નગરમાં દર વર્ષે લાયબ્રેરી રોડ ઉપર નવરાત્રી નિમિતે ધામધૂમ પૂર્વક મા અંબાની આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે સ્વબચાવ અર્થે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી હોય અને સરકારની ગાઈડ લાઇન મુજબ વધારે જનમેદની એકત્રિત ન કરવાની હોય જેથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી અને સાદગી પૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. લાયબ્રેરી રોડના રહીશો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી અને સ્વચ્છતાનું પાલન કરી સાદગી પૂર્વક માં અંબાની શ્રદ્ધાપૂર્વક આરતી કરવામાં આવી હતી.

ડભોઇમાં નવરાત્રીના પ્રારંભે માઇ મંદિરોમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યાં
​​​​​​​
કોરોના વાઇરસની મહામારી વચ્ચે મા આધશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં ડભોઇના માઇ મંદિરોમાં ભક્તો અને શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સરકારી ગાઇડલાઇનના અમલ સાથે ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. નગરના હીરાભાગોળ ખાતે આવેલ મા ગઢ ભવાની, વડોદરી ભાગોળ પાસે આવેલ બહુચર માતાજી, નાદોદી ભાગોળ પાસે આવેલ બહુચર મા અને મહુડી ભાગોળ પાસે આવેલ આશાપુરી માતાજીના મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ શ્રદ્ધાળુઓ અને માઇભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરોને ધજાપતાકા, લાઇટ,ડેકોરેશનથી સજાવી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો