તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:મહીસાગરના ખેડૂતોને કૃષિ સહાય આપવા લુણાવાડાના MLAની કૃષિ મંત્રીને રજૂઆત

લુણાવાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોઠંબામાં વરસાદને કારણે મોટાપાયે ડાંગરની ખેતીને નુકસાન જોવા મળ્યું હતું.
  • છેલ્લા 30 કલાકમાં વીરપુરમાં 33 એમ.એમ. અને લુણાવાડામાં 16 એમ.એમ. વરસાદ પડ્યો

મહીસાગર જીલ્લામાં પાછલા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડતાં ખેડૂતોને ડાંગરના સહિત અન્ય પાકને મોટાપાયે નુકશાન થયું હતું. ત્યારે પાછલા 30 કલાકમાં લુણાવાડા તાલુકામાં 16 એમએમ અને જીલ્લામાં સૌથી વધુ વીરપુર તાલુકામાં 33 એમએમ વરસાદ પડવાની સાથે સાથે જીલ્લાના અનેક તાલુકાઓમાં ઓછો વધતો વરસાદ પડતાં ડાંગર,મકાઈ,બાજરી સહિત અનેક પાકોમાં નુકશાન થયું હતું જેમાં જીલ્લામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી લુણાવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા જીલ્લા કલેકટર સહિત રાજ્યના કૃષિમંત્રી આર.સી ફળદુને લેખિતમાં રજુઆત કરી જીલ્લાના ખેડૂતોને નુક્શાનીનું વળતર આપવા માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો