તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આગાહી:લો પ્રેશર ઓમાન તરફ ફંટાતાં વરસાદની શક્યતા નહિવત

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક વિસ્તારોમાં ઝાપટું પડ્યું, બફારાથી લોકો પરેશાન : આજે પારો 36 ડિગ્રી નોંધાશે

શહેરમાં રવિવારના રોજ દિવસ દરમિયાન ભારે બફારાના કારણે શહેરીજનો ગરમીથી પરેશાન થઈ ગયા હતા. ભેજ અને ગરમી બંને ભેગાં થતાં ઉકળાટ વધી ગયો હતો. જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક સ્થળો પર વરસાદી ઝાંપટું પડ્યું હતું. જોકે વરસાદી ઝાપટા બાદ પણ ગરમીનું પ્રમાણ ઘટ્યું ન હતું. બીજી તરફ હજુ 24 કલાક માટે શહેરીજનોને બફારો સહન કરવો પડે તેવી સંભાવના છે.હવામાન વિભાગના રિપોર્ટ મુજબ અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જેને કારણે હવે શહેરમાં વરસાદની સંભાવના નહિવત છે. જોકે અપર એર સર્ક્યુલેશનના પગલે ખેંચાઈ આવેલાં વરસાદી વાદળોનાં પગલે ઝાપટું પડી શકે છે. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 26.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 53 ટકા નોંધાયું હતું. સોમવારે પારો 36 ડિગ્રી રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો