તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:શહેરાના પરા વિસ્તાર પટિયાના જંગલમાં પ્રેમી પંખીડાઓનો ગળાફાંસો

શહેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પટિયાના જંગલમાં આપઘાત કરનાર પ્રેમી પંખીડાઓની ફાઇલ તસવીર.
  • સંબંધ અસ્વીકાર થવાના ડરે પગલું,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં કેટલાયે પ્રેમીઓ પોતાના પ્રાણની આહૂતિ આપતા ખચકાતા હોતા નથી. તો કેટલાક કિસ્સાઓમાં સમાજ તેઓના પ્રેમને સ્વીકૃતિ નહિ આપે એવા ડરના કારણે તેઓ આત્મહત્યાનું પગલાં ભરતા અચકાતા નથી. કાંઈક એવોજ બનાવ શનિવારે શહેરાના પરા વિસ્તાર પટિયાના જંગલમાં બનવા પામ્યો. જ્યા શહેરા તાલુકાના મીઠાલી 2ની રહેવાસી નિરાલી બળવંતભાઈ બારીઆને તાલુકાના મંગલીયાણા ગામના વિક્રમ રૂપસિંહ બારીઆ સાથે પ્રેમ બંધાયો હતો. અને “હમ દિલ દે ચુકે સનમ” ચિત્રપટની રીતે તેઓએ પ્રેમમાં એક બીજાને જીવવા મરવાના કોલ આપી દીધા હતા અને પ્રેમમાં અંધ બની ચુક્યા હતા.

ત્યારે તેઓનો સમાજ પોતાના પ્રેમના પવિત્ર સંબંધને ક્યારેય માન્યતા નહીં આપે અને વિખૂટાં પડવાનો વારો આવશે. એવું સમજી શુક્રવારની રાત્રીએ બંને પ્રેમીપંખીડા પોતપોતાના ઘરેથી ભાગી છૂટયા હતા. શહેરા પાલિકાના પટિયાના પરા વિસ્તારના જંગલમાં રાત્રીના સમયે બાવળના ઝાડ પર ઓઢણીનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. ઢોર ચરાવવા જતા વ્યક્તીઅે જોતા તેણે શહેરા પોલીસ મથકે જાણ કરી હતી. જોકે પ્રેમી પંખીડાઓએ ફાંસો ખાધો હોવાની વાત સમગ્ર શહેરામાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો ઉમડી પડ્યા હતા.

પોલીસે બન્ને મૃતદેહોની ઓળખ કરી ઝાડ પરથી નીચે ઉતારી શહેરા સરકારી દવાખાને પી.એમ માટે મોકલી આપ્યા હતા. બનાવના પગલે બંને પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો