તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રેમી યુગલનો પ્રા.શાળામાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • પાલનપુર તાલુકાના પખાણવાની ઘટના

પાલનપુરઃ પખાણવા ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી વહેલી સવારે ગામના જીતેન્દ્ર કરશનભાઇ માજીરાણા(ઉ.વ.19) અને પાયલબેન રમાભાઇ માજીરાણા(ઉ.વ.18)એ એક જ સાડીના બે ટુકડા કરી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને નીચે ઉતારી તપાસ કરી પીએમ અર્થે પાલનપુરની સિવિલ ખાતે ખસેડાયા હતા.જ્યાં બંને મૃતદેહોનું પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપી પોલીસે તપાસ હાથ ધરતાં બંને યુવક યુવતી એકબીજાના પ્રેમસંબંધમાં હોવાનું ખૂલ્યું હતું.
યુવક પરિણીત હોવાને પગલે યુવક યુવતીએ એકબીજાના દબાણમાં આવી પગલું ભર્યુ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. પીએમ અર્થે પાલનપુર આવી પહોચેલા યુવતીના પરિવારના સદસ્યએ જણાવ્યુ હતુ કે યુવતી રાત્રે ઘરેથી ગુમ થઇ જતાં પરિવારે શોધખોળ કરી હતી.પરંતુ કોઈ જ પત્તો લાગ્યો ન હતો.વહેલી સવારે યુવતી મૃત હાલતમાં શાળામા લટકેલી હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો