તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજયુકેશન:ઓનલાઇન શિક્ષણમાં શાળાના છાત્રોને ત્રણ પિરિયડનું નુકસાન

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેકેશન બાદ આજથી ઓનલાઇન શિક્ષણ શરૂ, દિવાળી સુધીમાં માંડ 50 ટકા જ અભ્યાસ પૂરો થયો

દિવાળી વેકેશન બાદ સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ થશે. ઓફલાઇન માધ્યમમાં 5 કલાક 15 મીનીટનું શિક્ષણ થતું હતું જયારે ઓનલાઇનમાં 4 કલાકનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. ઓનલાઇન શિક્ષણમાં ત્રણ પીરીયડનું નુકશાન થઇ રહ્યું છે.વિદ્યાર્થીઓ જયારે સ્કૂલમાં શિક્ષણ માટે જતા હતા તે સમયે સવારે 7 વાગ્યાથી 12.15 વાગ્યા સુધીમાં સાત પીરીયડમાં અભ્યાસ કરતા હતા. જયારે અત્યારે ઓનલાઇન મોડના શિક્ષણમાં વિદ્યાર્થીઓ સવારે 7.30 થી 11.30 વાગ્યા સુધી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 4 પીરીયડનો અભ્યાસ થઇ રહ્યો છે.

બંને મોડમાં વિદ્યાર્થીઓને રીશેષનો બ્રેક 30 મીનીટનો આપવામાં આવી રહ્યો છે. મોટાભાગે વિદ્યાર્થીઓ ઓનલાઇન મોડમાં અભ્યાસમાં ધ્યાન આપતા ના હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી છે. ઓફલાઇન મોડમાં દિવાળી સુધીમાં 60 થી 70 ટકા અભ્યાસ પૂરો થઇ જતો હતો જયારે અત્યારે માંડ 50 ટકા સુધીનો અભ્યાસ પૂરો થઇ શકયો છે.

કોલેજમાં ઓનલાઇન એજયુકેશન ફારસ રૂપ છે: સ્કૂલોમાં ઓનલાઇન એજયુકેશન યોગ્ય રીતે ચાલી રહ્યું છે પંરતુ કોલેજોમાં ઓનલાઇન એજયુકેશન ફારસ રૂપ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન એજયુકેશનમાં જોડાતા નથી. બીજી તરફ યુનિવર્સિટીમાં ઘણી ફેકલ્ટીઓમાં તો હજુ સુધી ઓનલાઇન એજયુકેશન શરૂ થયું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો