રાઈડીંગ ક્વિન / બે સુરતી મહિલાએ દુનિયાના 3 ખંડના 21 દેશોની યાત્રા 89 દિવસમાં પુરી કરી, દરરોજ 500 કિ.મી.નું અંતર કાપતી

વિશ્વના 3 ખંડો પર બાઈક ચલાવી 89 દિવસે પરત આવેલી બન્ને બાઈકીંગ ક્વિનનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું.

  • લંડનથી રાઈડ પુરી કરી સારીકા મહેતા અને ઋતાલી પટેલ પ્લેન દ્વારા સુરત આવ્યા
  • 3 ખંડના 21 દેશમાં રાઈડ કરનાર વિશ્વની પ્રથમ મહિલાઓ બનીને ગૌરવ વધાર્યુ 

Divyabhaskar.com

Sep 04, 2019, 01:37 PM IST

સુરતઃ બે મહિલાઓએ 89 દિવસમાં દરરોજ 500 કિ.મીનું અંતર કાપી 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ કરી છે. મહિલાઓના ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સના સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ દ્વારા રાઈડ કરવામાં આવી હતી. રશિયામાં જીનલ શાહનો પાસપોર્ટ ખોવાઈ જતા સુરત પરત ફર્યા હતા, જ્યારે સારિકા અને ઋતાલીએ રાઈડ પુરી કરી લંડનથી પ્લેન દ્વારા સુરત આવ્યા હતાં.

માઈનસ 9 ડિગ્રી તાપમાનમાં પણ રાઈડ કરતા હતા

બાઈકિંગ ક્વિન્સના ફાઈઉન્ડર સારિકા મહેતા કહે છે કે, ‘અમે રોજ ઓછામાં ઓછા 500 કિમીનું અંતર કાપતા હતા. સવારે 8 વાગ્યેથી નીકળી સાંજે 7 વાગ્યે સુધી બાઈક રાઈડ કરતા હતા. ક્યારે દિવસના 800 કિલોમીટર અંતર પણ કાપતા હતા. અમે 29 ડિગ્રીના તાપમાનમાં તેમજ માઈનસ 9 ડિગ્રીમાં પણ બાઈક રાઈડ કરતા હતા. ઘણી જગ્યાએ તો એવા જંગલમાં પણ રાઈડ કરી હતી જ્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું જ ન હતું. કેટલીક જગ્યાઓએ તો 300 કિમી સુધી રસ્તાઓ જ ન હતા.

રાઈડમાં ફિલ્મ જેવા એડવેન્ચર

89 દિવસનો આખો પ્રવાસ ખૂબ જ એડવેન્ચર વાળો રહ્યો. અમે જ્યારે રશિયામાં પ્રવેશ કરી મોસ્કો પહોંચ્યા. ત્યાં અમે અમારી ડોક્યુમેન્ટરી શુટ કરી રહ્યા હતા. એ સમયે મારી સાથેના જીનલ શાહનું વોલેટ ખોવાઈ ગયુ હતુ. જેમાં તેમના પાસપોર્ટ, વિઝા, પર્સનલ ડોક્યુમેન્ટ હતા. આ વસ્તુ અમને ત્યારે ખબર પડી જ્યારે અમે રશિયાની સરહદ પર હતા. અમે ત્યાંની એમ્બેસીમાં સંપર્ક કર્યો. દરેક પ્રયત્નો કર્યા કે જીનલ આગળ વધી શકે. પરંતુ અમારી પાસે ભારત ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કારણકે ડોકયુમેન્ટસ વગર બાઈક સાથે આગળ ‌વધી શકાય એવુ હતુ જ નહિ. તેથી જીનલ શાહ પરત ફર્યા અને અમે પ્રવાસ માટે આગળ વધ્યા હતા.

આ દેશનો પ્રવાસ કર્યો

ત્રણ મહિલાઓ એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડના 21 દેશોમાં રાઈડ કરી હતી, જેમાં લંડન, મોરોક્કો, સ્પેન, ફ્રાન્સ, બેલ્જીયમ, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, લેચેનસ્ટાઈન, ઓસ્ટ્રેલિયા, જર્મની, પોલેન્ડ, બેલારુસ, લિથુનિયા, લટવિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચેકોસ્વાલિયા, કિર્ગીસ્તાન, ચાઈના, લાઓસ, થાઈલેન્ડ, મન્યાનમાર, નેપાલ અને ભારતના વિવિધ શહેરમાં રાઈઢ કરી હતી.

એશિયા, આફ્રિકા, યુરોપમાં રાઇડ કરી

નેધરલેન્ડથી બીએમડબલ્યુની બાઈક લઈને અમે નીકળ્યા. 15 મી ઓગસ્ટે બાર્સેલીનામાં અમારું સ્વાગત થયુ અને અમે ત્યાં આપણો સ્વતંત્ર દિવસ ઊજવ્યો હતો. ત્યાંથી અમે યુકેના એટ કેફે લંડન ગયા. જ્યાં દુનિયાના દરેક બાઈકર્સનું ગૃપ રહેલુ હોય છે.

નેધરલેન્ડમાં બાઈક ચોરાઈ

અમે નેધરલેન્ડમાં એમસ્ટર્ડમાં હતા ત્યારે એક હોટલમાં રોકાયા હતા. અમે નેધરલેન્ડથી બાર્સેલીના જવા નીકળવાના હતા તેના આગળના દિવસે રાત્રે હોટલમાં બાઈક પાર્ક કર્યુ હતુ. પરંતુ સવારે જોયુ ત્યારે અમારા બાઈક ચોરાઈ ગયા હતા. અને એ જોઈ અમને એકદમ શોક લાગ્યો હતો. કારણ કે, અમારા પ્રવાસ માટેનું માધ્યમ જ બાઈક છે. અમે પોલીસ ફરિયાદ કરી. ત્યાં સીસીટીવી ફુટેજ જોવા માટે પણ પહેલા કોર્ટની પરમિશન લેવી પડે. પરંતુ તેમાં અમારો ઘણો સમય જઈ રહ્યો હતો. બાઈક ચોરી થયું એટલે એ ક્યારે મળી શકે તેનો કોઈ સમય નક્કી ન હતો. મહિનાઓ અને વર્ષ પણ લાગી શકે એવુ હતુ. ત્યારે અમને બે જ વિકલ્પો આપવામાં આવ્યા હતા કે તમે પ્લેનમાં તમારો પ્રવાસ આગળ વધારી શકો છે કયાં તો ભારત પાછા ફરી શકો છો. એ સમયે અમે ઘણા નિરાશ થઈ ગયા હતા. એ સમયે મેં મારા ઘરે ફોન કર્યો. અને આખી વાત કહી. ત્યારે મારા પરિવાર સાથે વાત કરી કે આ વખતે હું પ્રવાસ પૂરો નહીં કરી શકુ. આવુ સાંભળી મારી દિકરીએ કહ્યુ કે ‘મમ્મી તમે કેમ આ સફરનો અંત કરો છો. તમે બીજી બાઈક લઈને પણ પ્રવાસ પૂરો કરી શકો છો.’ એવુ જરૂરી નથી કે, આ બાઈકથી જ પ્રવાસ પૂરો કરવો.’ અને એની ઉપર જ મેં અમલ કર્યો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી