યુએસએ / ‘લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ દ્વારા ન્યુયોર્ક ખાતે દિવાળીની ઉજવણી, ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

દિલીપ ચૌહાણનું સન્માન કરતાં પ્રેસિડન્ટ વિજય શાહ. તસવીરમાં ડાબી બાજુથી ગોપી ઉદ્દેશી, કેતન ઉપાધ્યાય, નિલેશ પટેલ, અલ્કા પંચમતિયા, પ્રિતી પટેલ, ડૉ. હિમાંશુ, અર્ચિતા ઉપાધ્યાય, વિજય શાહ, દિલીપ ચૌહાણ. મિના શાહ. હેમંત પટેલ, ભદ્રેશ આચાર્ય, કૌશિક પટેલ
દિલીપ ચૌહાણનું સન્માન કરતાં પ્રેસિડન્ટ વિજય શાહ. તસવીરમાં ડાબી બાજુથી ગોપી ઉદ્દેશી, કેતન ઉપાધ્યાય, નિલેશ પટેલ, અલ્કા પંચમતિયા, પ્રિતી પટેલ, ડૉ. હિમાંશુ, અર્ચિતા ઉપાધ્યાય, વિજય શાહ, દિલીપ ચૌહાણ. મિના શાહ. હેમંત પટેલ, ભદ્રેશ આચાર્ય, કૌશિક પટેલ
તસવીરમાં ડાબેથી અલ્કા પંચમતિયા,  નિલેશ પટેલ, કેતન અને અર્ચિતા ઉપાધ્યાય, પ્રિતી અને હિમાંશુ પટેલ, દિલીપ ચૌહાણ, અદિતી ખત્રી, હેમંત પટેલ, તેજલ પટેલ.
તસવીરમાં ડાબેથી અલ્કા પંચમતિયા, નિલેશ પટેલ, કેતન અને અર્ચિતા ઉપાધ્યાય, પ્રિતી અને હિમાંશુ પટેલ, દિલીપ ચૌહાણ, અદિતી ખત્રી, હેમંત પટેલ, તેજલ પટેલ.
એક્ઝિક્યુટિવ કમિટિ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
એક્ઝિક્યુટિવ કમિટિ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
લેડિઝ વિંગ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
લેડિઝ વિંગ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
સેક્રેટરી પરેશ રાવલ અને દિલીપ ચૌહાણ, તેજલ રાવલ
સેક્રેટરી પરેશ રાવલ અને દિલીપ ચૌહાણ, તેજલ રાવલ

Divyabhaskar.com

Nov 20, 2019, 05:02 PM IST

ન્યુયોર્ક: ‘લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ દ્વારા ગત્ તારીખ 9મી નવેમ્બરના રોજ ન્યુયોર્કના જેરીચો ખાતે કટિલ્યન બૅંક્વિટ હોલમાં 9માં દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેલિબ્રેશનમાં અંદાજે 250થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજના સમયે સેલિબ્રેશનની શરૂઆતમાં મહેમાનોએ વિચારોની આપ-લે કરી હતી. ત્યાર બાદ કલ્ચરલ પોગ્રામમાં છોકરીઓએ ડાન્સ કર્યો હતો.

આ પ્રસંગે ‘લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યુયોર્ક સ્ટેટ સેનેટર કેવીન થોમસ અને ભૂતપૂર્વ કમ્પોટ્રોલર ઓફ નસાઉ કાઉન્ટિ દિલીપ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ના પ્રેસિડન્ટ વિજય શાહે સંસ્થા માટે નિષ્ઠાભાવે કામ કરતાં સભ્યો, એક્ઝિક્યુટિવ કમિટિ મેમ્બર્સ, સિનિયર સિટીઝન ફોરમ કમિટિ મેમ્બર્સ અને વુમન્સ વિંગ કો-ઓર્ડિનેટર્સનો પરિચય કરાવ્યો હતો. તેમણે પ્રકાશના પર્વ-દિવાળી નિમિત્તે ‘પ્રકાશ’ના આપણા જીવનમાં મહત્વ વિશે સંસ્કૃત શ્લોકમાં સમજાવ્યું હતું.

બાદમાં ડીનર અને ડીજેનો કાર્યમમ યોજાયો હતો, જેમાં ડીજે બોબીએ બધાને ડાન્સ ફ્લોર પર ડોલાવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રેસિડન્ટ વિજય શાહે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે LIGCS સેક્રેટરી પરેશ રાવલનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ભૂતપૂર્વ કમ્પોટ્રોલર ઓફ નસાઉ કાઉન્ટિ દિલીપ ચૌહાણે પોતાની સ્પીચમાં કેન્સસ કાઉન્ટનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ચૂંટણીમાં વોટ આપવાના મહત્વ અને સિવિક પ્રોસેસમાં સક્રિય ભાગ લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘‘જો તમે વોટ નથી આપતા તો તમને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી.’’ તેમણેસફળતાપૂર્વક દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજવા બદલ પ્રેસિડન્ટ વિજય શાહ, સેક્રેટરી પરેશ રાવલ, ભદ્રેશ આચાર્ય અને એક્ઝિક્યુટિવ કમિટિનો આભાર માન્યો હતો.

લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ વિશે:

‘લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી’એ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે છેલ્લાં 22 વર્ષથી સફોલ્ક અને નસાઉ કાઉન્ટિમાં ઈન્ડિયન કમ્યુનિટીને સેવા આપે છે. આજે આ ઓર્ગેનાઈઝેશન સાથે હજારો ભાઈઓ અને બહેનો જોડાયેલા છે. આ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમયાંતરે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, શૈક્ષણિક અને ચેરીટી ઈવેન્ટ યોજવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ભારતીય કમ્યુનિટીના ઉત્થાન તેમજ આવાનારી પેઢીને ભારતના વારસાથી માહિતગાર કરાવવાનો છે.

(તસવીરો સૌજન્ય ઃ Vijay Shah of LIGCS)

X
દિલીપ ચૌહાણનું સન્માન કરતાં પ્રેસિડન્ટ વિજય શાહ. તસવીરમાં ડાબી બાજુથી ગોપી ઉદ્દેશી, કેતન ઉપાધ્યાય, નિલેશ પટેલ, અલ્કા પંચમતિયા, પ્રિતી પટેલ, ડૉ. હિમાંશુ, અર્ચિતા ઉપાધ્યાય, વિજય શાહ, દિલીપ ચૌહાણ. મિના શાહ. હેમંત પટેલ, ભદ્રેશ આચાર્ય, કૌશિક પટેલદિલીપ ચૌહાણનું સન્માન કરતાં પ્રેસિડન્ટ વિજય શાહ. તસવીરમાં ડાબી બાજુથી ગોપી ઉદ્દેશી, કેતન ઉપાધ્યાય, નિલેશ પટેલ, અલ્કા પંચમતિયા, પ્રિતી પટેલ, ડૉ. હિમાંશુ, અર્ચિતા ઉપાધ્યાય, વિજય શાહ, દિલીપ ચૌહાણ. મિના શાહ. હેમંત પટેલ, ભદ્રેશ આચાર્ય, કૌશિક પટેલ
તસવીરમાં ડાબેથી અલ્કા પંચમતિયા,  નિલેશ પટેલ, કેતન અને અર્ચિતા ઉપાધ્યાય, પ્રિતી અને હિમાંશુ પટેલ, દિલીપ ચૌહાણ, અદિતી ખત્રી, હેમંત પટેલ, તેજલ પટેલ.તસવીરમાં ડાબેથી અલ્કા પંચમતિયા, નિલેશ પટેલ, કેતન અને અર્ચિતા ઉપાધ્યાય, પ્રિતી અને હિમાંશુ પટેલ, દિલીપ ચૌહાણ, અદિતી ખત્રી, હેમંત પટેલ, તેજલ પટેલ.
એક્ઝિક્યુટિવ કમિટિ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીએક્ઝિક્યુટિવ કમિટિ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
લેડિઝ વિંગ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીલેડિઝ વિંગ ઓફ લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી
સેક્રેટરી પરેશ રાવલ અને દિલીપ ચૌહાણ, તેજલ રાવલસેક્રેટરી પરેશ રાવલ અને દિલીપ ચૌહાણ, તેજલ રાવલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી