તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્રોશ:ધાનેરાના ડેઢા ગામમાં તલાટી અનિયમિતતા રહેતાં ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી

ધાનેરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધાનેરાના ડેઢા ગામે તલાટીની અનિયમિતતાને લઇ બુધવારે ગ્રામજનોએ રામધૂન બોલાવી પંચાયતને તાળાબંધી કરી હતી.
  • ગ્રામજનોએ અવાર-નવાર ટીડીઓને રજૂઆત કરતાં નિર્ણય ન લેવાતાં રોષ

ધાનેરા તાલુકાના ડેઢા ગામે ગ્રામ પંચાયતમાં તલાટીની અનિયમિતતાથી ત્રાસી લોકોએ તલાટીની બદલીની માંગણી સાથે બુધવારે ગ્રામ પંચાયત આગળ રામધૂન બોલાવી તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો. ધાનેરા તાલુકાના ડેઢાની ત્રણ વરસથી પંચાયત અલગ બની છે. જેમાં તલાટી તરીકે ભુરાભાઇ પટેલ મુકાયા હતા.

પરંતુ તલાટી ગામમાં આવતા ન હોઇ તથા લોકોના કામો કરતા ન હોઇ ગ્રામજનોએ અવાર-નવાર ટીડીઓ તથા જિલ્લામાં લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. તેમજ સરપંચ તથા ડેપ્યુટી સરપંચને પણ અવાર-નવાર રજૂઆત કરી હતી. તલાટીની અનિયમિત હોવાથી તેમની બેદરકારીના કારણે ગામનો પણ વિકાસ રૂંધાયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આમ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ ન આવતાં બુધવારે ગ્રામજનોએ ભેગા મળી ગ્રામ પંચાયતમાં રામધૂન બોલાવીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો