તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Lockdown If No Doctor Is Appointed In Janana Community Health Center, Four Doctors Are Appointed But Not A Single One Is Present

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાળાબંધી:જનાણના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ નહીં નિમાય તો તાળાબંધી, ચાર ડોક્ટર નિમાયા પણ હાજર એકપણ નહીં

કકરવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખડીરના જનાણમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર માસથી તબીબ નહીં મુકાતાં હવે લોકોની ધીરજ ખુટી છે અને જો તબીબ નહીં નિમાય તો ગ્રામજનો દ્વારા સી.એચ.સી.ને તાળાબંધી કરાશે. આ સી.એચ.સી.માં 4 તબીબો નિમાયા છે પરંતુ ચાર પૈકી એકપણ હાજર થયું નથી. કોરોના મહામારી વચ્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તબીબ વિના બીમાર છે. ધોળાવીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને જનાણ સી.એચ.સી.નો ચાર્જ અપાયો છે પરંતુ આ તબીબ પણ ધરાર હાજર થતા નથી.

વધુમાં તા.24/7ના અન્ય ત્રણ તબીબોને જનાણ સી.એચ.સી.માં હાજર થવા ઓર્ડર અપાયા હતા પરંતુ એકપણ હાજર થયો નથી. આરોગ્ય તંત્રે પણ જાણે આ પંથકના લોકોના આરોગ્યની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લીધી હોય તેમ ત્યારબાદ આ દિશામાં કોઇ જ કામગીરી કરી નથી. જો તાત્કાલિક તબીબની નિમણૂક નહીં કરાય તો હવે નાછૂટકે સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરાશે એમ જનાણના અગ્રણી વિકાસદાન ગઢવીએ જણાવ્યું હતું.

10 ગામો અને 6 વાંઢના લોકો
સી.એચ.સી. પર નિર્ભર
જનાણ, ધોળાવીરા, ખારોડા, કલ્યાણપર, બાંભણકા, રતનપર, ગણેશપર, ગઢડા, અમરાપર સહિત 10 ગામો, ડુંગરાણી વાંઢ, ફાફરાવાંઢ, છાવાવાંઢ, લાલાવાંઢ, વેરશીવાંઢ, કુંભાવાંઢ સહિત 6 વાંઢો મળી સાત ગ્રામપંચાયતનો વિસ્તાર જનાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય સેવા માટે નિર્ભર છે. ધોળાવીરામાં પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર છે પરંતુ તે અમુક સેવા પૂરતો મર્યાદિત છે. ઉપરાંત બી.એસ.એફ., પોલીસ સ્ટાફ પણ જનાણ સામૂહિક અારોગ્ય કેન્દ્ર પર નિર્ભર હોઇ તાત્કાલિક તબીબની નિમણૂક કરાય તેવી માગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો