તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટોલનાકાને કરમુક્ત કરો નહીં તો આંદોલન માટે તૈયાર રહો, ફાસ્ટેગ ટોલ મુદ્દે ‘ના કર’ સમિતિની કલેક્ટરને ચીમકી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગામવાસીઓને ટોલમાંથી મુક્ત આપવાની માંગ
  • ‘ના કર’ આંદોલનમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પણ જોડાયો

સુરતઃ કામરેજ તથા ભાટિયા ટોલનાકે સુરતના વાહનોને પહેલાની જેમ જ ટોલ મુક્ત કરાવવા મેદાને પડેલી ‘ના કર ‘ સમિતિએ સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને બન્ને ટોલ નાકા પર ટેક્ષ મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવે નહીંતર સુરતના લોકો માટે મોટા પાયે આંદોલન કરીને વિરોધ કરવા અંગે ચીમકી આપી હતી. કલેકટર કચેરી બહાર જ ગામવાસીઓએ છાજિયાં લીધા હતાં.ટોલટેક્સમાંથી સુરત સહિત જિલ્લાના ગામવાસીઓ અને શહેરીજનોને મુક્તિ આપવાની માંગ કરી હતીહાલ જ કામરેજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામરેજ ટોલ પરથી પસાર થતા સુરતના વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાની તૈયારી દર્શાવી છે.જેનો સમગ્ર કામરેજ અને તેની આસપાસના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ટોલ બચાવ સમિતિના નેજા હેઠળ આજ રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.

કલેક્ટરને આવેદન આપ્યું 
સોમવારે સમિતિના સભ્યોની સાથે સાથે અનેક લોકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધામો નાખીને કલેક્ટરને આવેદનપત્ર આપીને કામરેજ તથા ભાટીયા ટોલ નાકા પર સુરતના વાહનોને ટેક્ષ મુક્ત જાહેર થાય તેવી માંગ કરી  હતી.દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધનસુખભાઈ એન.પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દર્શનભાઈ નાયક,એસપીજી પ્રમુખ નિલેશભાઈ, પાસના  યુવા આગેવાન ધર્મેશભાઈ માલવીય, ખેડૂત સમાજ ના આગેવાન અને પાસ ના નેતા નરેશભાઈ વિરાણી, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ(ઓરમાં), પરિવર્તન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, તાલુકા પંચાયત સભ્ય જયેશભાઇ પટેલ (કઠોર, કામરેજ), સહકારી આગેવાન અનંતભાઈ પટેલ (બારડોલી), કઠોર બાર એસોસિયેશન પ્રમુખ દિનેશભાઇ પરમાર, ઇરફાનભાઈ બેલીમ (ઉપ સરપંચ, કઠોર), રાજકીય આગેવાન સુરેશભાઇ વસાવા, કિશોર ભાઈ કંઠારીયા, ભદ્રેશભાઈ (સરપંચ, દિક્ષાનભાઈ પટેલ (સરપંચ ), ધાર્મિક તથા રાજકીય આગેવાનો, ટ્રક એસોસિયેશન ના સભ્ય, કોર્પોરેટરો તથા સરપંચો હાજર રહ્યા હતાં.

નજીકનાં ગામો માટે સર્વિસ રોડ બનાવવા માંગ

  • જિલ્લામાં આવેલ હાઈવ ઉપરના ટોલનાકાની એજન્સી દ્વારા સી.એસ.આર.ની પ્રવૃતિમાં આજુ બાજુના સાત ગામો દત્તક લવામાં આવે
  • ટોલનાકાની નજીકના ગામના લોકો માટે સર્વિસ રોડ બનાવવામાં આવે
  • સરકરાના પરિપત્ર મુજબ હાઈવે પર ટોલનાકા ની એજન્સી દ્વારા ગ્રીન બેલ્ટ વિકસાવામાં આવે
  • ટોલ નાકાની એજન્સીનંુ દર વર્ષે કલેક્ટર દ્વારા ઓડિટ કરાવવામાં આવે
  • ટોલ નાકાની આજુ બાજુ માં થયેલા દબાણો દુર કરાવવામા આવે
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો