તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય સામે જોખમ:વિજલપોરમાં સપ્તશ્રુંગી મંદિર પાસે 7 દિવસથી ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીની દુર્ગંધ ફેલાતા રહીશો દિવસે પણ ઘર બંધ રાખવા મજબૂર

વિજલપોરમાં આવેલા લાશાનગરનાં સપ્તશ્રુંગી મંદિર પાસે છેલ્લા એક સપ્તાહથી ગટર ઉભરાતા સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે. ગટરનું પાણી ઉભરાતા ગંદકીથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. નવસારી-વિજલપોર નગરપાલિકા વહેલી તકે આ સમસ્યાનું નિરાકારણ લાવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારનાં નવા વોર્ડ નંબર 9માં આવેલા લાશાનગર સપ્તશ્રુંગી મંદિર રોડ પર આવેલા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ગટર ઉભરાતા રસ્તા ઉપર જાહેરમાં ગંદુ વહી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. આ ગંદુ પાણીનો ભરાવો થતા મચ્છરનો ત્રાસ વધ્યો છે અને આખો વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકોએ દિવસે પણ ઘર બંધ રાખવા મજબુર બન્યા છે.

આ બાબતે સ્થાનિકોએ રજૂઆત કરી હતી પણ કોઈ પગલાં ન લેવાતા લાશાનગર વિસ્તારનાં લોકોનાં આરોગ્ય સાથે ખતરો ઉભો થયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે હાલમાં સરકાર માસ્ક ન પહેરો તો દંડ તો ગંદકી જ્યાં થતી હોય તેને દુર કરવા નગરપાલિકા કેમ આળસ કરી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા નવસારી-વિજલપોર નગરપાલિકાનાં આરોગ્ય તંત્ર આ બાબતે કાર્યવાહી કરી સ્થાનિકોની સમસ્યા દુર કરે તેવી માંગ ઉઠી છે.

પૂર્વ નગરસેવકોના ઘર સામે સમસ્યા છતાં પગલાં લેવામાં આવતા નથી: છેલ્લા 7 દિવસથી ગંદુ પાણી જાહેરમાં વહી રહ્યું છે. આ પાણી જ્યાંથી વહી રહ્યું છે ત્યાં જ વિજલપોર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પરિવાર સાથે રહે છે. તેઓ પણ સ્થાનિકોનાં આરોગ્ય સામે ચેડા થતા જોઈ રહ્યા છે પણ ઉચ્ચસ્તરે કોઈ રજૂઆત કરતા નથી. રોગચાળો ફેલાય તો જવાબદારી કોની ? હાલમાં અહી રહેવું દુષ્કર બની ગયું છે. એક બાજુ સ્વચ્છતા જાળવવા સરકાર કહે છે અને ગંદકી ફેલાય તેને દુર કરવાની જવાબદારી સરકારની જ હોય છે પણ તેમની ફરજ અદા કરતી નથી.- આઈ.જે.પાટીલ, સ્થાનિક, લાશાનગર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો