આત્મનિર્ભર યોજના / ‘લોનની જાહેરાત એ બધુ ખોટું છે, સરકારને કંઈ લેવાદેવા નથી’

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી ઢોલ (ફાઇલ તસવીર)
X

  • ભાજપ મહામંત્રીએ લોન યોજનાને વખોડવા જતા બાફી નાખ્યું

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 02:17 PM IST

રાજકોટ. જિલ્લા ભાજપના મહામંત્રીએ આત્મનિર્ભર લોનની યોજનામાં સરકારને કોઇ લેવા દેવા નથી અને જાહેરાત ખોટી હોવાનું અરજદારોને જવાબ આપી રહ્યા છે જેથી વિવાદ સર્જાયો છે. ગોંડલના એક અરજદારે જિલ્લા ભાજપ મહામંત્રી જયંતી ઢોલને ફોન કરીને પૂછ્યું હતું કે ‘આ એક લાખની લોનની જાહેરાત થઈ છે, ક્યારે ફોર્મ મળશે? લોન મળવાની છે? ’ તેના જવાબમાં જયંતી ઢોલ બોલ્યા કે ‘એ બધું ખોટું છે, એમા કાઈ નથી ખોટી જાહેરાત છે સરકારને કોઇ લેવા દેવા નથી.’ ઢોલ પોતાના નિવેદન પર તટસ્થ રહ્યા હતા અને કહ્યું હતું કે, સરકાર તરફથી હજુ કોઇ સ્પષ્ટીકરણ આવ્યું જ નથી એટલે ગોંડલમાં ફોર્મ વિતરણ ચાલુ કરાયું નથી ફોર્મ પણ છપાવ્યા નથી. જામીન વગર લોન અપાશે તે જાહેરાત તો ખોટી જ કરાઈ હતી. 

જયંતી ઢોલ અને એક અરજદારનો સંવાદ 
અરજદાર : ઓલી સરકારે જાહેરાત કરી છે એક લાખની લોનની સહકારી બેંકોમાંથી પણ આપણે તો ગોંડલમાં ફોર્મ મળતા નથી 
જયંતી ઢોલ : ના,  ના હજી તો વાર લાગશે 
અરજદાર : આવવાનું છે કે ખોટી જાહેરાત છે?
જયંતી ઢોલ : ખોટી જ છે, એમાં કાઈ છે નહીં સરકાર ને…(થોભી જાય છે) કોણ બોલે છે?
અરજદાર પોતાનું નામ આપે છે 
જયંતી ઢોલ : હા, એમા કાઈ સારાવટ નથી 
અરજદાર : આપણા વિસ્તારમાં ચાલુ કેમ નથી થયા બાકીના શહેરોમાં લાઈન લાગી છે 
જયંતી ઢોલ : એ ભલેને લાઈનો લાગી, ખોટા છે બધા સરકારને કોઇ લેવા દેવા નથી
અરજદાર : તો વાટ ન જોઈએ ને
જયંતી ઢોલ : ના.. ના..

વગર જામીને એક લાખની લોન મળશે તે વાત ખોટી હતી, હજુ સ્પષ્ટતા નથી
સરકારે જાહેરાત તો કરી દીધી છે પણ હજુ કોઇ સ્પષ્ટીકરણ આવ્યું જ નથી કે 6 ટકા વ્યાજ કેવી રીતે બેંકોને અપાશે. બીજી તરફ જામીન વગર અપાશે તેવી જાહેરાત કરાઈ હતી તે તો ખોટી જ હતી. આખરે પછી બે જામીન આપવા પડશે તેવું કહેવું પડ્યું. જ્યાં સુધી કોઇ સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી કઇ રીતે ફોર્મ છાપવા? લોકોને ખોટા હેરાન નથી કરવા એટલે ચોખવટ થશે પછી ફોર્મ છપાશે અને ગોંડલમાં વિતરણ થશે. - જયંતી ઢોલ, જિલ્લા ભાજપ મહામંત્રી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી