અયોધ્યાની ડેડલાઈન / રામ જન્મભૂમિ ટ્રસ્ટ માટે 17 સભ્યની યાદી, 30મીએ નિર્ણયની જાહેરાત

રામ જન્મભૂમિ કાર્યશાળાની ફાઇલ તસવીર.
રામ જન્મભૂમિ કાર્યશાળાની ફાઇલ તસવીર.

  • સુપ્રીમના ચુકાદાનો અમલ કરવા માંડ 16 દિવસ બાકી, મંદિર ટ્રસ્ટનું કામ આખરી તબક્કામાં 

Divyabhaskar.com

Jan 22, 2020, 05:01 AM IST
વિજય ઉપાધ્યાય, નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે ટ્રસ્ટ બનાવવા અને મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની આ બંને બાબત લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે હવે ફક્ત 16 દિવસ બચ્યા છે.
આ ટ્રસ્ટમાં 17 સભ્ય હશે, જેમાં અડધા સભ્યો મંદિર સાથે જોડાયેલા સંત-મહંત હશે
સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રસ્ટ અને મસ્જિ માટે જમીનના વિકલ્પો પર 30 જાન્યુઆરી સુધી નિર્ણયથશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થશે. ટ્રસ્ટનું બિલ આ જ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. ટ્રસ્ટ સાથે જોડાયેલા કાયદાકીય પાસાંની છણાવટને લઈને ગૃહ મંત્રાલયનું અયોધ્યા ડેસ્ક સતત કામ કરી રહ્યું છે. આ ટ્રસ્ટમાં 17 સભ્ય હશે, જેમાં અડધા સભ્યો મંદિર સાથે જોડાયેલા સંત-મહંત હશે. આ ઉપરાંત તેમાં વિહિપ અને સંઘના અધિકારીઓ તેમજ ધાર્મિક-સામાજિક ક્ષેત્રના અગ્રણીઓનો પણ દબદબો હશે. જોકે, આ ટ્રસ્ટના સભ્યોની અંતિમ સંખ્યાનો નિર્ણય હજુ બાકી છે.
મંદિર નિર્માણ માટે લોકોનો સહયોગ પણ લેવાશે
સુપ્રીમ કોર્ટના આદેશના દાયરામાં આ ટ્રસ્ટને કાયદાકીય રીતે ફૂલપ્રૂફ બનાવવા પણ કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે. ટ્રસ્ટની રચનામાં એ વાતનું ખાસ ધ્યાન રખાશે કે, ભવિષ્યમાં ટ્રસ્ટના નિયમોમાં છેડછાડ કરીને તેની વ્યવસ્થા નહીં બદલી શકાય. તેનાથી ટ્રસ્ટના આંતરિક માળખામાં પણ ભવિષ્યમાં વિવાદ નહીં થાય. મંદિર નિર્માણ માટે લોકોનો સહયોગ પણ લેવાશે, જેથી ભંડોળની વ્યવસ્થા અને ભવિષ્યમાં દાન-ચઢાવાનો દુરુપયોગ ના થાય તેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે.
પક્ષકારને મસ્જિદ માટે ટેઢી બજારમાં તેમના ઘર સામે 5 એકર જમીન મળે તેવી માંગ
બીજી તરફ, અયોધ્યામાં મસ્જિદ બનાવવા પાંચ એકર જમીન ફાળવવા પણ પાંચ વિકલ્પ પસંદ કરાયા છે. જોકે, તે અંગે હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. બે પેઢીથી આ કેસના પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મસ્જિદ માટે ટેઢી બજારમાં તેમના ઘર સામે 5 એકર મળે તેવી માંગ કરી છે. આ ઉપરાંત તેમણે મસ્જિદ સાથે એક હોસ્પિટલ બનાવવાનું પણ સૂચન કર્યું છે.
અયોધ્યા ચુકાદા વિરુદ્ધ ક્યુરેટિવ પિટિશન દાખલ
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય પીઠના ચુકાદા વિરુદ્ધ પીસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. 9 નવેમ્બરના ચુકાદા વિરુદ્ધ પુનર્વિચાર અરજી 11 ડિસેમ્બરે જ ફગાવી દેવાઈ હતી. પીસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં મૂળ કેસમાં પક્ષકાર ન હતી.
  • ટ્રસ્ટનું એક સંરક્ષક મંડળ બનશે, જેમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી સિવાય ઉ. પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ સામેલ થઈ શકે છે.
  • મંદિર નિર્માણ સમિતિ બનશે, જેમાં ટ્રસ્ટના સભ્યો હશે. આ સમિતિમાં સંઘના પણ કોઈ પ્રતિનિધિ સામેલ થઈ શકે છે.
મહંત નૃત્યગોપાલ દાસ, પેજાવર મઠના પ્રમુખ પણ ટ્રસ્ટમાં હશે
વિહિપના સૂત્રોના કહેવા પ્રમાણે, સંરક્ષક મંડળ અને સીઈઓ સિવાય તેમાં 16-17 સભ્ય હશે. સંભવિત સભ્યોના નામ આ પ્રમાણે છે:
  • અયોધ્યાથી: રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ, નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ, દિગંબર નિવાર્ણી અણી અખાડાના મહંત સુરેશ દાસ, બડા સ્થાનના મહંત અવધેશ દાસ, સદગુરુ સદનના મહંત સિયાકિશોરી શરણ દાસ, રામાનુજ સંપ્રદાય કૌશલેશ સદનના મહંત વાસુદેવાચાર્ય અને અશર્ફી ભવનના મહંત શ્રીધરાચાર્ય
  • દેશના અન્ય ભાગમાંથી: કર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના 33મા પ્રમુખ વિશ્વપ્રસન્ના તીર્થ, જ્યોતિષ પીઠ બદ્રિકા આશ્રમના શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, ગોવિંદગિરી મહારાજ અને ગોરક્ષ પીઠ ગોરખપુરના પ્રતિનિધિ
  • વિહિપમાંથી: કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર, ઉપાધ્યક્ષ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ (વિહિપ)ના સચિવ ચંપત રાય, ઓમ પ્રકાશ સિંઘલના નામની ચર્ચા છે.
X
રામ જન્મભૂમિ કાર્યશાળાની ફાઇલ તસવીર.રામ જન્મભૂમિ કાર્યશાળાની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી