જૂનાગઢ / સાસણ ગીરમાં સિંહ દર્શન શરૂ થવાની સાથે જ 3 મહિનાની પરમિટ બૂક, પ્રથમ દિવસે 900 પ્રવાસીઓએ લાભ લીધો

સિંહ દર્શન શરૂ થવાની સાથે જ ત્રણ માસની પરમિટ બૂક
સિંહ દર્શન શરૂ થવાની સાથે જ ત્રણ માસની પરમિટ બૂક

  • ઓનલાઈન બુકીંગ પ્રથમ દિવસથી જ થઈ ગયું ફૂલ

Divyabhaskar.com

Oct 17, 2019, 10:08 AM IST

જૂનાગઢ: 16 ઓક્ટોબરથી એટલે ગઇકાલથી જ ગીર અભયારણ્ય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થઈ ગયું છે. જેના કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહ દર્શનથી વંચિત રહેવુ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પ્રથમ દિવસે જ 150 પરમીટો મારફત 900 પ્રવાસીઓએ સેન્ચુરીમાં સિંહ સહિતની હરીયાળી નિહાળી અભિભુત થયા હતા.

ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો
વધુ લોકો સિંહ દર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટ અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ એટલે ગઇકાલે વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું. ત્યારે ગઇકાલે વહેલી સવારે પ્રથમ ટ્રીપમાં સિંહદર્શન માટે આવેલા પર્યટકોનું મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સિંહ દર્શન શરૂ થતા 250થી 300 પર્યટકો 13 જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સિંહના સંવનન કાળ અને વરસાદનાં કારણે ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો. મહત્વનું છે કે હવેથી સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમીટ કઢાવવી પડશે.

રીપોર્ટીંગ સમયમાં ઘટાડો
ચાલુ વર્ષથી વન વિભાગે રીપોટીંગ માટે ખાસ કોડનું ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટનું એક સાથે થઇ જાય તેવી પદ્ધતી વિકસાવતા હવે 2 કલાકની બદલે 20 મિનીટમાં થઇ જાય છે. ઓનલાઇન બુકીંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનો અને બહાર આવવાનો સમય પત્રક મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે 178 ગાઇડોને 5 દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.

પ્લાસ્ટીક બોટલ રીસાઇકલીંગ મશીન મુકાયા
સાસણ સિંહ સદન ખાતે અને દેવળીયા પાર્કમાં સીંગલ યુઝ પીવાનાં પાણીની પ્લાસ્ટીકની બોટલને રીસાઇકલીંગ કરવા વન વિભાગ દ્વારા મશીન મુકવામાં આવ્યાં છે.

X
સિંહ દર્શન શરૂ થવાની સાથે જ ત્રણ માસની પરમિટ બૂકસિંહ દર્શન શરૂ થવાની સાથે જ ત્રણ માસની પરમિટ બૂક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી