ઉના / જુડવડલીમાં ઇનફાઇટમાં દોઢ માસના સિંહબાળનું મોત, ખાંભામાં દીપડાના બચ્ચાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

બાજરીના વાવેતરમાં દીપડાના બચ્ચાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
X

  • દીપડાના બચ્ચાનું 10 દિવસ પૂર્વે મોત થયાનું અનુમાન

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 01:13 PM IST

ઉના. ઉનાના જુડવડલી ગામે એકથી દોઢ માસના સિંહબાળનું ઇનફાઇટમાં મોત નીપજ્યું છે. એકથી દોઢ માસ પહેલા સિંહણે ચાર બચ્ચાને જન્મા આપ્યો હતો. જે પૈકી એકનું ઇનફાઇટને કારણે મોત નીપજ્યું છે. જ્યારે એક સિંહબાળ બીમાર હાલતમાં છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહબાળનો મૃતદેહ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જ્યારે સુત્રાપાડાના ખાંભા ગામે દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. બાજરીના વાવેતર વચ્ચે ખેતરમાં કોહવાયેલો મૃતદેહ મળ્યો છે. વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. 10 દિવસ પૂર્વે દીપડાના બચ્ચાનું મોત થયાનું અનુમાન છે. ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી મોતના કારણની તપાસ હાથ ધરી છે.

(અહેવાલ-તસવીર: જયેશ ગોંધિયા, ઉના) 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી