તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:આગામી 4 દિવસ વાદળ સાથે મેઘરાજા ખાબકવાની શક્યતા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્રની સિસ્ટમ ઓમાન મુવ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય
  • વરાછામાં 10 મીમી, રાંદેરમાં 2 મીમી, કતારગામમાં 9 મીમી વરસાદ

અરબ સાગરથી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઇને ઓમાન તરફ મુવ થઇ છે, બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર એરિયા આવતીકાલે ડેવલપ થશે. જેના પગલે આગામી 22મી તારીખ સુધી શહેરમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ થવાની શક્યતા છે. રવિવારે સુરત શહેરમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકા કોરાકટ રહ્યા હતા. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા પડ્યા હતા. વરાછામાં 10 મીમી, રાંદેરમાં 2 મીમી, કતારગામમાં 9 મીમી વરસાદ વરસ્યો હતો. શહેરનું મહત્તમ તાપમાન વધુ 1 ડિગ્રીના ઘટાડા સાથે 32.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ રહ્યાં છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર નવી લો પ્રેશર સિસ્મટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં 19મી ઓક્ટોબરે સોમવારે ડેવલપ થશે. આ સિસ્ટમ ઇસ્ટ-સેન્ટ્ર્લ દિશા તરફ આગળ વધી કર્ણાટક કોસ્ટથી અંદર પ્રવેશશે. જેના કારણે આગામી 4 દિવસ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. વિતેલા 24 કલાકમાં ઉકાઇડેમના ઉપરવાસના 21 રેઇન ગેજ સ્ટેશનમાં કુલ 67 મીમી વરસાદ સામે 45 મીમી માત્ર સાગબારામાં જ પડી ગયો હતો.રવિવારે રાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 345 ફૂટ પર સ્થિર હતી. આવક અને જાવક 1100 ક્યુસેક છે. બીજી તરફ વિયર કમ કોઝવેની સપાટી 6.27 મીટર થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો