તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:રવાપર પાસે જંગલ ખાતાના ગોડાઉન પર વીજળી ત્રાટકતા ઘાસચારો સ્વાહા

રવાપર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ પર કાબુ મેળવવા પાંચ ફાયર ફાઇટરો ધંધે લાગ્યા : સદભાગ્યે વરસાદ ચાલુ થઇ જતા આગે મોટું સ્વરૂપ ધારણ ન કર્યું

કચ્છમાં એક બાજુ વરસાદ અને બીજીબાજુ ઉપરા-ઉપરી આગના બનાવો બની રહ્યાં છે. નખત્રાણા તાલુકાના રવાપરથીથી એકાદ કિલોમીટર દૂર આવેલ જંગલ ખાતાના ઘાસના ગોડાઉનમાં આકાશી વીજળી પડતા આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ગોડાઉનમાં સંગ્રહિત ઘાસનો જથ્થો સળગી ગયો હતો. અાગ પર કાબુ મેળવવા અગ્નિ શમન દળોને પાંચ વાહનો ધંધે લાગ્યા હતાં. રવિવારે બપોરે દોઢથી બે વાગ્યાની આસપાસ અહીં વીજળી ત્રાટકી હતી. જેના પગલે ગોડાઉનના પતરા પાછળના ભાગે ઉડી ગયા હતા. વીજળીના કડાકા અને ગોડાઉનના પતરા ઉડી જતા અાસપાસના ખેડૂતો દોડી અાવ્યા હતાં. જીએમડીસી કોલોનીમા રહેતા તરુણભાઈએ જંગલ ખાતાને જાણ કરતા તાબડતોબ ઘટના સ્થળે ટીમ પહોંચી હતી. લોકોઓ પાણીનો મારો ચલાવી ગોડાઉનમાં આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી. જંગલ ખાતાના કરશન આહિર તથા રાહુલ ચાૈધરી તથા ગામના યુવાનોઓ ગાડાઉનનું શટર ઊચું કરવાની કોશિશ કરી હતી. પરંતુ આગ વિકરાળ હોવાથી માંડ ખુલી શક્યું હતું. આરએફએ ઉત્તમ મોરી પણ સ્થળ પર દોડી અાવ્યા હતાં. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે જીઅેમડીસીના સહિતના ફાયર ફાઇટરોને સ્થળ પર બોલાવ્યા હતાં. કલાકોની જહેમત બાદ અાગ માંડ કાબુમાં અાવી હતી. ફોરેસ્ટ વિભાગે જણાવ્યું હતું કે, રાજડા અને લીફરી રખાલનો ઘાસ અહીં સંગ્રહ કરાયો હતો. જેની કિંમત અંદાજે 1.40 લાખની હતી. વીજળીના કારણે પતરા તો ઉડી જ ગયા હતાં પરંતુ દીવાલ પણ જર્જરિત થઇ ગઇ હતી. જોકે કુદરતી રીતે ત્યારે જ વરસાદ ચાલુ થઇ જતા અાગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો