તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:જસદણ-વીંછિયાની 34 અંતરિયાળ સીમ શાળામાં વીજળી પ્રજ્વલિત થઇ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી કુંવરજીભાઈ, PGVCLના અધિકારીઓ, ગ્રામજનોએ વર્ગખંડમાં લેમ્પની સ્વિચ ઓન કરી વીજળીના વધામણાં કર્યા

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ફૂલઝર અને આંકડિયા ગામની સીમ શાળામાં પ્રથમ વખત વીજળી પ્રજ્વલિત થઈ ત્યારે સીમ શાળાના બાળકોના વાલી એવા સીમાડામાં રહેતા માલધારી પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જસદણ અને વીંછિયા વિસ્તારના ધારાસભ્ય અને પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ફૂલઝર અને આંકડિયા ગામની સીમ શાળામાં પહોંચી શાળાના વર્ગખંડમાં લેમ્પની સ્વિચ ઓન કરી ત્યારે લોકોએ વીજળીના વધામણાં કર્યા હતા.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી સૌરભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકારે બાકી રહેલી સીમ શાળાઓમાં વીજળીની સુવિધા આપવા માટે જ્યોતિગ્રામ યોજનાના ફીડરમાંથી વીજળીનું કનેક્શન સીમશાળા સુધી પહોંચાડવા રૂ.10 કરોડની જોગવાઈ કરી હતી. આ વિસ્તારની સીમ શાળાઓમાં આ મહત્ત્વની કામગીરી ઝડપભેર અને વિના વિલંબે થાય તે માટે વીજ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી અને મહત્ત્વની કામગીરી સુચારું રીતે પાર પાડી શકાઈ છે.

જસદણ પી.જી.વી.સી.એલ. ડિવિઝનના કાર્યપાલક ઇજનેર એસ. જી દત્તાણીએ જણાવ્યું હતું કે, 34 શાળામાંથી બત્રીસ શાળામાં તો વીજળી પહોંચી ગઈ છે અને જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે બાળકોને લાઈટ, પંખા, કમ્પ્યૂટર તથા અન્ય વીજ શૈક્ષણિક ઉપકરણોનો લાભ મળશે. ફૂલઝર ગામના માલધારીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આજે અમને અનેરો આનંદ છે. અમારા બાળકોને શાળામાં વીજળીને લીધે ઘણી સુવિધા મળશે. તેઓએ મંત્રી અને રાજ્ય સરકારનો આ સવલત અને પ્રયાસો બદલ આભાર માન્યો હતો. ફૂલઝરના 83 અને આંકડિયાના 63 બાળકોને અને શિક્ષકોને વીજળી સંબંધી સગવડનો લાભ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો