તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્તિનું સાયન્સ:જોઉં ત્યાં જોગમાયા, નોરતાનું સમાજવિજ્ઞાન

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: અશોક શર્મા
  • કૉપી લિંક
  • જે સમાજમાં સ્ત્રી સુરક્ષિત, આનંદિત છે ત્યાં જ સ્વર્ગ છે. (ને જ્યાં નથી ત્યાં નર્કની ગેરન્ટી)

પર્વ, ઉત્સવ અને મેળા શા માટે? ‘હું’ના પિંજરામાંથી ઘડીભર મનખાને મોકળો કરવા જ સ્તો! સમાજનો નાનામાં નાનો એકમ માણસ. વ્યક્તિ સોબત ઝંખે એટલે પરિવારનો વિસ્તાર થાય. આપણે ત્યાં તો ‘માણસનો માળો’ બહુ મોટો હોય છે! આધુનિકતાના પ્રવાહમાં સ્થળાંતરના કારણે પરિવારો નાના થતાં જાય છે. સદભાગ્યે પેલો સ્નેહનો તંતુ હજુયે સલામત છે, એ ખુશીની વાત છે. જીવનમાંથી સંબંધોની બાદબાકી કરો તો શું બચે, ખાલીપો કે બીજું કંઇ? પર્વોત્સવો ખાલીપાને ભરનારી જડીબુટ્ટી છે. તણાવની રોગપ્રતિકારક રસી છે.

નવરાત્રિ મૂળે નારીકેન્દ્રી શક્તિપર્વ છે. ભારતની પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થા અને જેન્ડર બાયસનું મેણું ભાંગવાનો અવસર કહી શકાય. વ્યવસાયમાં જોડાયેલી નાની સંખ્યાના અપવાદને બાદ કરતાં આપણી બહેનો-માતાઓ માટે ઉંબરો અને આંગણું વણદોરેલી લક્ષ્મણરેખા બની રહી છે. અંતરને કોરી ખાતી ‘ન કહેવાય ન સહેવાય’ એવી ગંભીર પારિવારિક સમસ્યાઓને લીધે આયખું ટૂંકાવી દેવાની કમનસીબ ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે નોરતાંનો તહેવાર નારી મનોવેદનાના નિરાકરણની અનૌપચારિક વ્યવસ્થા લઇને આવે છે. સ્ત્રીની અસીમ સર્જનશક્તિની અભિવ્યક્તિનો અવસર પણ ખરો! શરદની શીતળ રાત્રે મન મૂકીને ગાઇ લેવા, નર્તન કરી લેવાથી મળતા આનંદની સરવાણીમાં કંઇ કેટલીયે તીખીકડવી વાતો ધોવાઇ જતી હશે!

આ લખાતું હતું ત્યારે ઘરના પૂજારૂમમાં માની સમીપે ગવાતા પ્રાચીન ગરબા ‘જ્યાં જોઉં ત્યાં જોગમાયા’ના શબ્દો કાને પડ્યા. ત્યાં દોડી જવાનું ન રોકી શકાયું. સ્ત્રીનાં દરેક સ્વરૂપમાં જોગમાયાનું દર્શન કરવાનો અદભૂત બોધ કવિએ આપ્યો છે. આવાં ગીતો કેટલી સહજ રીતે દૃષ્ટિકોણ અને મનોવલણ ઘડી શકે. નવરાત્રિ પર્વનો સામાજિક હેતુ આવો કંઇક હશે. પરિવર્તન અપરિહાર્ય વાસ્તવિકતા છે. કેટલાંક આવકાર્ય છે, તો બીજાં અનિષ્ટકારી. જો કે ડાહ્યો સમાજ એને કહેવાય કે રોગની રસી બનાવે; નહીં કે જડ પ્રતિબંધો લાદે! આવો, શક્તિપર્વને માતા-બહેનોના પૂર્ણ સામાજિક વિકાસના અવસર તરીકે વધાવીએ. સમાજના આ ‘બેટર હાફ’ નહીં પણ ‘ગ્રેટર હાફ’ને મોકળું અવકાશ આપીએ. જે સમાજમાં સ્ત્રી સુરક્ષિત, આનંદિત અને ઊર્જિત છે, ત્યાં જ સ્વર્ગ છે.
holisticwisdom21c@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો