હે રાજકારણ! / ભારતને તો બક્ષી દો, બૂમબરાડાના રાજકારણમાં આર્થિક-સામાજિક મુદ્દા ફરી ભૂલાઈ ગયા, ઇશાન ભારત હજુ પણ અશાંત

‘રેપ ઇન ઇન્ડિયા’ મુદ્દે જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ સાવરકરને વચ્ચે લાવતા રાજકારણ ગરમાયું
‘રેપ ઇન ઇન્ડિયા’ મુદ્દે જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ સાવરકરને વચ્ચે લાવતા રાજકારણ ગરમાયું

  • અર્થતંત્ર કેવી રીતે સુધરશે?, નાગરિકત્વ કાયદા મુદ્દે હિંસા કેવી રીતે અટકશે?
  • દુષ્કર્મોનો સિલસિલો ક્યારે અટકશે?, આ મુદ્દે દેશ સાર્થક સંવાદ અને ઉકેલ ઈચ્છે છે, પરંતુ આપણા નેતાઓની ચર્ચાની દિશા જુઓ... 
  • સાવરકરથી શરૂ થઈ જિન્નાહ સુધી પહોંચી ગયા નેતાઓ

Divyabhaskar.com

Dec 15, 2019, 02:47 AM IST

નવી દિલ્હીઃ અર્થતંત્ર, ડુંગળીના ભાવ, વધતા જતા દુષ્કર્મો અને નાગરિકત્વ કાયદા મુદ્દે હિંસા જેવા હાલના પડકારો વચ્ચે શનિવારે રાજકારણીઓ ઈતિહાસને લગતી એક નવી જ ચર્ચા લઈ આવ્યા હતા. વાત એમ હતી કે, ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન મુદ્દે ભાજપે રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતી. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું રાહુલ સાવરકર નહીં, રાહુલ ગાંધી છું. મરી જઈશ પણ માફી નહીં માંગુ. રાહુલ ગાંધીએ દિલ્હીમાં રામલીલા મેદાનમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ યોજેલી ‘ભારત બચાવો રેલી’ના મંચ પરથી આ ટિપ્પણી કરી હતી. ત્યાર પછી શિવસેના અને ભાજપે રાહુલ ગાંધી સામે આક્રમક પ્રહાર શરૂ કર્યા હતા. મહારાષ્ટ્રમાં સાથી પક્ષ શિવસેનાએ કોંગ્રેસને ચેતવણીના સૂરમાં કહ્યું કે, અમે સાવરકરના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ.

  • ભાજપ કહે છે - મેક ઈન ઈન્ડિયાની તર્જ પર ‘રેપ ઈન ઈન્ડિયા’ની ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધી માફી માંગે
  • રાહુલ કહે છે - હું સાવરકર નહીં, રાહુલ ગાંધી છું. મરી જઈશ પણ માફી નહીં માંગુ. કોંગ્રેસવાળા ડરતા નથી.
  • સંજય રાઉતે કહ્યું - નહેરુ-ગાંધીની જેમ સાવરકર પણ દેશ માટે સમર્પિત હતા. તેમના સન્માન સાથે બાંધછોડ નહીં.
  • ફડણવીસે કહ્યું - રાહુલ પોતાને ‘ગાંધી’ સમજવાની ભૂલ ના કરે, ગાંધી સરનેમથી કોઈ ‘ગાંધી’ નથી થઈ જતું.

કોંગ્રેસના નેતાઓ કોઈથી ડરતા નથી
સત્ય માટે માફી નહીં માગું. મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશને તબાહ કરવા માટે માફી માંગે. તેઓ દેશના ભાગલા પાડી રહ્યાં છે. - રાહુલ ગાંધી

અંધેર નગરી ચોપટ રાજા: સોનિયા
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે તો અંધેર નગરી, ચોપટ રાજા જેવો માહોલ છે. આખો દેશ પૂછી રહ્યો છે કે, સબ કા સાથ, સબ કા વિકાસ ક્યાં છે? નાગરિકત્વને લગતો કાયદો અને કલમ 370 હટાવવા મુદ્દે દેશમાં એવો માહોલ છે કે, ઈચ્છો ત્યારે કોઈ કાયદો લાગુ કરો અને ઈચ્છો ત્યારે હટાવી દો.

સરનેમ ઉધાર લેવાથી દેશભક્ત ના થવાય
સાવરકર દેશભક્ત હતા, ઉધાર સરનેમ લેવાથી કોઈ દેશભક્ત ના થઈ જાય, દેશભક્ત બનવા નસોમાં શુદ્ધ હિંદુસ્તાની લોહી જોઈએ. - ગિરિરાજ સિંહ, ભાજપ સાંસદ

રાહુલ તમે સાવરકર નહીં, રાહુલ જિન્નાહ છો
તમારા માટે રાહુલ જિન્નાહ નામ યોગ્ય છે. મુસ્લિમ તુષ્ટીકરણ તમને સાવરકર નહીં જિન્નાહના જ યોગ્ય વંશજ માને છે. - જી. નરસિમ્હા રાવ, ભાજપ પ્રવક્તા

ભાજપ છે તો બેકારી મુમકિન: પ્રિયંકા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપના મોદી હૈ તો મુમકિન હૈનો ઉલ્લેખ કરી ભાજપ છે તો 100 રૂપિયે કિલો ડુંગળી મુમકીન છે. ભાજપ છે તો 45 વર્ષમાં સૌથી વધુ બેકારી મુમકિન છે. 4 કરોડ નોકરી ખતમ થાય એ મુમકિન છે.

X
‘રેપ ઇન ઇન્ડિયા’ મુદ્દે જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ સાવરકરને વચ્ચે લાવતા રાજકારણ ગરમાયું‘રેપ ઇન ઇન્ડિયા’ મુદ્દે જવાબ આપતી વખતે રાહુલ ગાંધીએ સાવરકરને વચ્ચે લાવતા રાજકારણ ગરમાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી