દીપડાનો આતંક / ઘોઘંબાના સીમાલિયા ગામે અઢી વર્ષના બાળક પર દીપડાનો હુમલો, આંખ અને માથામાં પંજો માર્યો

પિતા સાથે ઈજાગ્રસ્ત બાળક
પિતા સાથે ઈજાગ્રસ્ત બાળક
X
પિતા સાથે ઈજાગ્રસ્ત બાળકપિતા સાથે ઈજાગ્રસ્ત બાળક

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 07:20 PM IST

ઘોઘંબા. ઘોઘંબા તાલુકાના સીમાલિયા ગામે અઢી વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ગોધરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘોઘંબા તાલુકાના સીમાલિયા ગામે ખેતરમાં મકાન બનાવી રહેતા ભુપેન્દ્રભાઈના ઘરમાં દીપડો ઘુસી આવ્યો હતો અને ઘરમાં સુતેલા અઢી વર્ષના પુત્ર ગણેશ ઉપર હુમલો કરી તેને આંખે અને માથામાં પંજા મારી ઘાયલ કરતા ગણેશની માતાએ બુમાબુમ કરતા દીપડો ભાગી છૂટ્યો હતો. બનાવ બાદ આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ત્યાર બાદ આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દોડી આવ્યું હતું અને જરૂરી કામગીરી હાથધરી હતી. ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મહિલાઓ ઉપર દીપડાના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ઘાસ ચારો લેવા ખેતર માં જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(તસવીર અને માહિતીઃ મકસૂદ મલેક, હાલોલ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી