સ્માર્ટવોચ / લેનોવોએ ભારતમાં 3,499 રૂપિયાની સ્માર્ટવોચ લોન્ચ કરી, સિંગલ ચાર્જ પર 7 દિવસ બેટરી ચાલશે

Lenovo Carme Smartwatch With Heart Rate Monitor, IPS Colour Display Launched in India
Lenovo Carme Smartwatch With Heart Rate Monitor, IPS Colour Display Launched in India

  • સ્માર્ટવોચનું વેચાણ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે

Divyabhaskar.com

Sep 15, 2019, 05:11 PM IST

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની લેનોવોએ ભારતના માર્કેટમાં પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આ વોચનો મોડલ નંબર HW25P છે અને તેની કિંમત 3499 રૂપિયા છે. તેમાં IPS કલર ડિસ્પ્લે ટચ સપોર્ટ સાથે આપ્યું છે. આ વોચ ફિટનેસ ટ્રેકરની જેમ પણ કામ કરશે. ગ્રાહકો આ વોચને ફ્લિપકાર્ટ અને ક્રોમામાંથી ખરીદી શકશે. સ્માર્ટવોચનું વેચાણ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે.

લેનોવોની આ વોચને IP68 રેટિગ આપવામાં આવ્યું છે, એટલે કે તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. કંપનીએ વોચ બ્લેક અને ગ્રીન એમ બે કલરમાં લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જ પર વોચ 7 દિવસનું વેકઅપ આપશે.

સ્માર્ટવોચના ફિટનેસ ટ્રેકર ફીચર્સ
વોચમાં 24 કલાક હાર્ટ રેટ મોનિટર અને સ્લીપ મોનિટર જેવા ફીચર છે. તેમાં 8 મોડ સ્કિપિંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ફૂટબોલ, સ્વિમિંગ, રનિંગ, વોકિંગ અને સાઈકલિંગ સામેલ છે. આ ઉપરાંત તેમાં એલાર્મ રિમાઇન્ડર, સ્ટોપવોચ, ઈમેલ, મેસેજ, કોલની સાથે સોશિયલ મીડિયા એપની નોટિફિકેશન મળે છે. તેમાં બ્લુટૂથનું 4.2 વર્ઝન આપ્યું છે. લેનોવોની સ્માર્ટવોચને એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને વર્ઝનને સપોર્ટ કરે છે.

X
Lenovo Carme Smartwatch With Heart Rate Monitor, IPS Colour Display Launched in India
Lenovo Carme Smartwatch With Heart Rate Monitor, IPS Colour Display Launched in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી