જૂનાગઢ / વિસાવદરનાં નાની પીંડાખાઈમાં દીપડાનાં શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત

દીપડાનાં શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત
દીપડાનાં શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત

  •  દીપડાની દહેશતને લઈને લોકોમાં રોષ

Divyabhaskar.com

Oct 19, 2019, 04:01 PM IST

જૂનાગઢ:વિસાવદરના નાની પીંડાખાઈ ગામે દીપડાના શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત થયુ છે.ગાઢ નિંદ્રામાં ઘરની બહાર સુતેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો અને ગળાના ભાગેથી વૃદ્ધને પકડીને શિકાર બનાવ્યો હતો. દીપડાની દહેશતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લોકોને ઘરની બહાર ન સુવું: સીસીએફ
રાત્રીના બે વાગ્યા આસપાસ મકાનની 10 ફૂટ ઉંચી વંડી કુદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને ઓસરીમાં સુતેલા વૃદ્ધને ગળાના ભાગેથી પકડી દીપડો 10 ફૂટ દૂર ફળિયામાં ઢસડી ગયો હતો. જોકે તેઓએ બુમો પાડતા ઓસરીમાં સુતેલા તેમના પત્ની અને પરિવારજનો જાગી ગયા હતાં. જેથી દીપડો નાસી ગયો હતો. ઘાયલ વૃદ્ધને વિસાવદરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જૂનાગઢના મુખ્ય સીસીએફ દુષ્યંત વસાવડાએ અપિલ કરતા કહ્યું કે જે લોકો દીપડાની વસ્તીવાળા વિસ્તારમાં રહેતા હોય તે લોકોને ઘરની બહાર ન સુવુ અને ઘરની નજીક કે ખુલ્લી જગ્યામાં માંસાહારી ખોરાક ન નાખવો.
(જયદેવ વરૂ, અમરેલી)

X
દીપડાનાં શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોતદીપડાનાં શિકારનો ભોગ બનેલા વૃદ્ધનું મોત

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી